હિન્દુ ધર્મમાં વ્રત-તહેવારો અને જીવન સાથે જોડાયેલી અનેક વાતો કહેવામાં આવી છે. જેની આપણા જીવન પર ઉંડી અસર પડે છે. આ વાતોમાં ખાણી પીણીથી લઈને વર્તન વ્યવહારની રીતભાતો કહેવામાં આવી છે. આ નિયમો સેંકડો વર્ષોથી ચાલ્યા આવે છે અને આ આપણી સંસ્કૃતિ અને પરંપરાનો ભાગ બની ગયા છે.
જેથી ઘણા લોકો આ પરંપરાનું પાલન વર્ષોથી કરી રહ્યા છે, જો કે તેની પાછળના કારણથી ઘણા લોકો અજાણ છે. આવી જ એક પરંપરા છે ભોજનની થાળીમાં એક સાથે ત્રણ રોટલી ન પીરસવાની. તેની પાછળ ધાર્મિક કારણ તો છે જ પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે. તો આવો જાણીએ તેની પાછળની સત્યતા.
હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોએ આ સૃષ્ટિની રચના કરી છે. તેમને સૃષ્ટિના રચયિતા, પાલનહાર અને સંહારક માનવામાં આવે છે. આ પ્રમાણે જોઈએ તો 3 ના અંકને શુભ માનવો જોઈઓ પરંતુ તેનાથી ઉલ્ટું છે. પૂજા પાઠ કે કોઈપણ શુભ કાર્ય માટે 3 ના અંકને અશુભ માનવામાં આવે છે. તેથી ખાવાની થાળીમાં ક્યારેય ત્રણ રોટલી એક સાથે નથી પીરસવામાં આવતી.
જો કે તેની પાછળ એવી માન્યતા છે કે, જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય છે, ત્યારે તેના ત્રયોદશી સંસ્કાર પહેલા મૃતકમા નામની જે ભોજનની થાળી રાખવામાં આવે છે તેમા ત્રણ રોટલી રાખવામાં આવે છે. તેથી થાળીમાં ત્રણ રોટલી રાખવાને મૃતકનું ભોજન માનવામાં આવે છે અને તેથી જ આપણા પૂર્વ જો ક્યારેય થાળીમાં એક સાથે ત્રણ રોટલી લેતા નહોતા.
આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ થાળીમાં એક સાથે ત્રણ રોટલી લઈને ભોજન કરે છે તો તેના મનમાં લડાઈ ઝઘડા કરવાના વિચાર આવે છે. તમને બીજી એક વાત જણાવીએ તો જ્યારે તમે ઉપવાસ ખોલો છો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
નોંધનિય છે કે, જ્યારે પણ આપણે વ્રત ખોલીએ છીએ ત્યારે ક્યારેય એકસાથે વધારે ન જમવું. જો વધારે ખાવામાં આવે તો પેટમાં દુખાવો અને પાચનને લગતી સમસ્યા થઈ શકે છે. તેથી લાંબા સમય સુધી તમે ઉપવાસ કર્યા હોય તો સૌ પહેલા તમારે પાણી પીવું જેનાથી પેટમાં ઠંડક રહેશે.