અજબગજબ ખબર

91% લોકોને ખબર નથી કે સેટેલાઈટ પર કેમ ચઢાવવામાં આવે છે સોનું?

જયારે ખબર પડશે તો ચોંકી જશો એ નક્કી, આખરે અવકાશમાં મોકલવામાં આવતી વસ્તુઓ પર કેમ સોનું ચડાવે છે? જાણો

ચંદ્રયાન-2ની ઘણી જ તસવીરો ઈસરો દ્વારા સાર્વજનિક કરવામાં આવી હતી અને તેની અંદર આપણે જોયું હશે કે સેટેલઆઇટને સોનાની પરત લગાવવામાં આવી હતી, ત્યારે આપણા પણ મનમાં પ્રશ્ન થયો હશે કે તેને સોનાની પરત શા કારણે લગાવવામાં આવી હશે? માત્ર ચંદ્રયાન જ નહિ પરંતુ અવકાશમાં મોકલવામાં આવતી તમામ સેટેલાઈટમાં આ સોનેરી પરત લગાવવામાં આવે છે.  મનમાં એવો પણ પ્રશ્ન થાય કે શું તે ખરેખર સોનાની હશે?

Image Source

આપણા મનમાં એ પણ પ્રશ્ન થાય કે શું ઈસરો દ્વારા જ આ પરત લગાવવામાં આવે છે કે પછી નાસા પણ આવી સોનેરી પરત પોતાના સેટેલાઇટ ઉપર લગાવતું હશે? આ બધા જ પ્રશ્નોના જવાબ ખુબ જ રોચક છે જે આજે અમે તમને જણાવીશું, અને સેટેલાઈટનું આ રહસ્ય પણ તમારી સામે ખોલીશુ.

Image Source

સેટેલાઇટ ઉપર જે સોનેરી પરત લપેટવામાં આવે છે તેને મળતી લેયર ઇન્સુલેશન (MLI) કહેવામાં આવે છે. આ ખુબ જ હલકી પરંતુ ખુબ જ મજબૂત હોય છે. તેને ખુબ જ પાતળી-પાતળી સપાટીઓને મલેવિને બનાવવામાં આવે છે, જેને વૈજ્ઞાનિકોની ભાષામાં મળતી લેયર ઇન્સ્યુલેશન કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં લોકોને ગોલ્ડ પ્લેટિંગ કે સોનેરી પરત પણ કહેતા હોય છે.

Image Source

આ મલ્ટીલેયર ઇન્સ્યુલેશનમાં પોલિમાઇડ કે પ્લૉસ્ત્ર ફિલ્મનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફિલ્મ એક જુદા જ પ્રકારનું પ્લાસ્ટિક હોય છે, જેને એલ્યુમિનિયમની પાતળી પ્રતોથી કાપવામાં આવે છે. તેની અંદર સોનાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે હંમેશા સોનાનો પ્રયોગ કરવો પણ જરૂરી નથી હોતો. એ આ વાત ઉપર નિર્ભર કરે છે કે સેટેલાઇટ ક્યાં સુધી જશે. કયાં ઓર્બીટમાં રહેવાની છે.

Image Source

વિજ્ઞાને પણ એ વાત સિદ્ધ કરી છે કે સોનુ સેટેલાઇટ પરિવર્તનશીલતા, ચાલકતા અને કાટ પ્રતિરોધને રોકે છે, આ ઉપરાંત જે ધાતુઓનો ઉપયોગ આ કોટીંગમાં કરવામાં આવે છે તે પણ એયરસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે ખુબ જ મૂલ્યવાન હોય છે. તેની અંદર થર્મલ કન્ટ્રોલ પ્રોપર્ટી હોય છે. એટલે કે પરત હાનિકારક ઇન્ફ્રારેડ રિડિએશન, થર્મલ રેડિએશનને રોકવામાં મદદ કરે છે.

Image Source

જો સોના સહીત અન્ય ધાતુઓથી બનેલી આ પર્તને સેટેલાઇટ ઉપર ઢાંકવામાં નહીં આવે તો અંતરિક્ષમાં થવા વાળા રેડિએશન એટલા ખતરનાક હોય છે કે સેટેલાઈટને તરત જ નષ્ટ કરી દે છે. આ પરત સેટેલાઈટના નાજુક ઉપકરણો, તેના સેન્સર્સ સાથે અથડાનારી દરેક વસ્તુઓથી પણ બચાવે છે.

Image Source

નાસા પણ અંતરિક્ષમાં મોકલવા વળી સેટેલાઇટ ઉપર અંતરિક્ષ યાત્રીઓના સેપ્સ સૂટમાં સોનાની આને આ પ્રકારની પરતનો ઉપયોગ કરે છે. એપોલો લુનર મોડ્યૂલમાં પણ નાસાએ સેટેલાઇટ બનાવવામાં સોનાનો ઉપયોગ કર્યો હતો.

Image Source

નાસાના એંજિન્યરોન જણાવ્યા અનુસાર, ગોલ્ડ પ્લેટની આ પાતળી પરતનો ઉપયોગ એક થર્મલ બ્લેન્કેટની શીર્ષ પરતના રૂપમમા પણ કરવામાં આવ્યો છે. આ બ્લેન્કેટ અવિશ્વસ્નિયરૂપથી 25 પરતોમાં જટિલતાથી તૈયાર કરવામાં આવે છે. આ પ્રતોમાં કાચ, ઉન, કૅપ્ટન, માયલર અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓનો સમાવેશ થાય છે.

Image Source

મળતી લેયર ઇન્સ્યુલેશન (MLI)માં ઉપયોગ થવા વાળા સોનાને લેઝર ગોલ્ડના રૂપમાં ઓળખવામાં આવૅ છે. લેઝર ગોલ્ડને સૌથી પહેલા ઝેરોક્સ માટે મોટા જથ્થામાં વિકસિત કરવામાં આવ્યો હતો. તેને બનાવવા વળી કંપનીએ પોતાની કોપી મશીનો માટે ટકાઉ સોનાના વર્ખની જરૂર હતી, નાસાએ ત્યારે આ ટેક્નિક વિષે જાણ્યું, ત્યારબાદ તેને મોટા પ્રમાણમાં પ્લેટિંગ માટે વાપરવામાં આવ્યું.

Image Source

અંતરિક્ષ યાત્રીઓના સ્પેસ શુટની અંદર પણ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણ એ છે કે સોનુ ઈન્ફ્રારેડ કિરણોને રિફ્લેક્ટ કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. સાથે જ તે બહારથી આવવા વાળા પ્રકાશને પણ નથી રોકતું, જેના કારણે તેની પાતળી પરતનો ઉપયોગ એસ્ટ્રોનોટ્સના હેલ્મેટ વાઈજરમાં પણ કરવામાં આવે છે. જેના કારણે તે સરળતાથી બહાર જોઈ શકે અને સૂર્યની હાનિકારક કિરણોથી તેમની આંખોને સુરક્ષિત રહે છે.