રોલેક્સની ઘડિયાળ આટલી લગ્ઝરી અને મોંઘી કેમ હોય છે, ચોંકાવનારૂ છે કારણ

આપણે બધા નાનપણથી ઘડિયાળ પહેરાતા આવ્યા છીએ. પરંતુ આપણે જોઈએ છીએ કેટલીક ઘડિયાળા 40થી 50 રૂપિયામાં મળે છે જ્યારે કેટલીકની હજારો અને લાખોમાં હોય છે. વિશ્વમાં એવી ઘણી બ્રાન્ડ છે જેની ઘડિયાળ ખુભ ઉંચી કિમતે વેચાય છે. આવી એક બ્રાન્ડ છે રોલેક્સ. રોલેક્સ એક એવી બ્રાન્ડ છે જે તેની લગ્ઝરી અને મોંઘી ઘડિયાળો માટે જાણીતી છે. આ કારણોસર, શરૂઆતથી જ, તે લોકોના સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે અને જેમ જેમ લોકો પાસે પૈસા આવી રહ્યા છે, તેની લોકપ્રિયતા પણ ખૂબ ઝડપથી વધી રહી છે. જો કે, તેના મોંઘા હોવાનું એક ઉચિત કારણ પણ છે, જેમ કે રોલેક્સ ઘડિયાળો તમામ પરિસ્થિતિઓમાં તેમનો સચોટ સમય બતાવવા માટે જાણીતી છે, પછી ભલે તે સમુદ્રની નીચે 100 ફૂટ હોય અથવા તો એવરેસ્ટ જેવા ઉંચા પર્વતો પર હોય. મિત્રો, ઘડિયાળોમાં આ એકમાત્ર બ્રાન્ડ છે જેને લોકો પોતાના હાથથી એસેંબલ કરે છે, જેનો અર્થ છે કે દરેક રોલેક્સ ઘડિયાળ હાથથી બનેલી છે. આ જ કારણ છે કે આટલી મોટી કંપની દરરોજ માત્ર 2 હજાર ઘડિયાળ બનાવવામાં સક્ષમ છે.

રોલેક્સ કંપનીનો ઇતિહાસ
સૌ પ્રથમ, અમે આ કંપનીનો ઇતિહાસ જાણીએ, જે ચોક્કસપણે તમને પ્રેરિત કરશે. આ કહાની 1881 માં શરૂ થાય છે, જ્યારે હંસ વિલ્સદોર્ફનો જન્મ જર્મનીના એક નાના શહેરમાં થયો હતો. 12 વર્ષની ઉંમરે તેના માતાપિતાને ગુમાવ્યા પછી, તે અનાથ બન્યો અને તેણે પ્રારંભિક અભ્યાસ સરકારી શાળામાંથી કર્યો. પછી જ્યારે તે 19 વર્ષનો હતો, ત્યારે તેણે પ્રથમ વખત ઘડિયાળની દુનિયામાં પ્રવેશ કર્યો. હકીકતમાં, પૈસાના અભાવે, હંસ વિલ્સદોર્ફના મિત્રએ તેને તેના પિતાની ઘડિયાળ નિકાસ કંપનીમાં નોકરી આપી. પછી 1903માં, લંડનની ઘડિયાળ બનાવતી કંપનીમાં કામ કરતા, વિલ્સદોર્ફે ઘડિયાળ બનાવવાની બાઈકાઈ પણ શીખી લીધી હતી.

હવે તે પોતાના માટે કંઇક મોટું કરવાનો સમય હતો અને તેથી જ તેણે 1905 માં તેના સાળા આલ્ફ્રેડ ડેવિસની આર્થિક મદદ સાથે વિલ્સદોર્ફ એન્ડ ડેવિસ કંપની શરૂ કરી. કંપની શરૂ કર્યા પછી, શરૂઆતમાં તેણે બહારના દેશોમાંથી ઘડિયાળોની આયાત કરવાનું શરૂ કર્યું, પરંતુ જેમ જેમ ધંધો વધતો ગયો, તેણે પાછળથી પોતાની ઘડિયાળો બનાવવાનું શરૂ કર્યું. આ જ કંપની 1908 માં રોલેક્સના નામથી નોંધાયેલી હતી અને તે જ વર્ષે વિલ્સદોર્ફ અને ડેવિસે સ્વિટ્ઝરલેન્ડમાં પણ તેમની કંપનીની ઓફિસ ખોલી હતી. બ્રિટિશ સરકાર દ્વારા વધુ પડતા ટેક્સ વધારાને કારણે વિલ્સદોર્ફને 1919 માં તેની લંડન ઓફિસ બંધ કરવી પડી હતી, તેમ છતાં તેણે સ્વિત્ઝર્લેન્ડના જિનીવામાં પોતાનું કામ ચાલુ રાખ્યું હતું અને અહીં રોલેક્સનું મુખ્ય મથક છે. રોલેક્સે ધીમે ધીમે બજારને પકડવાનું શરૂ કર્યું, અને 1926 માં વિલ્સદોર્ફે તેની પ્રથમ રોલેક્સ વોટરપ્રૂફ ઘડિયાળ બનાવી. હકીકતમાં, વિલ્સડોર્ફ હંમેશા એવી ઘડિયાળ બનાવવા માંગતા હતા જે ક્યારેય બાહ્ય પરિબળોથી પ્રભાવિત ન થાય.

આગળ પણ રોલેક્સ ઘડિયાળોને સમય સાથે અપડેટ કરવામાં આવી હતી, જેમ કે 1945 માં, રોલેક્સે તેમની ઘડિયાળોમાં પ્રથમ તારીખ જોવાની સુવિધા ઉમેરી હતી, અને પછી તેમની ઘડિયાળોની શ્રેષ્ઠ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે દરેક ઘડિયાળ સાથે અનેક પરીક્ષણોમાંથી પસાર થાય છે. જેમ કે હાઈ પ્રેશર વોટર ટેસ્ટ, હાઈ એલ્ટીટ્યુડ ટેસ્ટ અને ઘણા બધા ટેસ્ટ અને જ્યારે રોલેક્સ ઘડિયાળો આ ધોરણોને પૂર્ણ કરે છે ત્યારે તેને આગળ મોકલવામાં આવે છે. એડમંડ હિલેરી, જેમણે 1953 માં પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવ્યો હતો, રોલેક્સ ઘડિયાળ પહેરીને માઉન્ટ એવરેસ્ટ પર ચડ્યા હતા અને આટલી ઉંચાઈ હોવા છતાં, આ ઘડિયાળના સમયમાં 1 સેકન્ડનો પણ તફાવત નહોતો.

એ જ રીતે, 1960 માં, રોલેક્સની ઘડિયાળને સબમરીનની મદદથી 100 ફૂટ દરિયાની નીચે મોકલવામાં આવી હતી અને પાણીનું ખૂબ દબાણ હોવા છતાં, ઘડિયાળ સંપૂર્ણ રીતે કામ કરી રહી હતી. આ બધી બાબતો પરથી તમે અનુમાન લગાવી શકો છો કે તે પર્વતની ઉંચાઈ હોય કે દરિયાની ઉંડાઈ, રોલેક્સ ઘડિયાળો દરેક જગ્યાએ સચોટ રીતે કામ કરે છે અને આ સુવિધાઓ રોલેક્સની સૌથી મોટી વિશેષતા અને તાકાત છે. રોલેક્સે પહેલીવાર 2008 માં ભારતમાં પ્રવેશ કર્યો હતો અને અહીં પૈસાવાળા લોકો માટે તે પહેલી પસંદગી છે. આ ઘડિયાળોની રેન્જ 2 લાખથી શરૂ થઈને કરોડો સુધી જાય છે. 2017 ના રિપોર્ટ અનુસાર, રોલેક્સની બ્રાન્ડ વેલ્યુ અંદાજે 8 બિલિયન ડોલર છે..

Niraj Patel