અજબગજબ ખબર

શા કારણે ભાડા કરાર 11 મહિનાનો જ હોય છે ? કેમ 12 કે 6 મહિનાનો નહિ ? જાણવા જેવી વાત

મોટાભાગના લોકો ભાડા ઉપર મકાન અને દુકાન લેતા હોય છે, ત્યારે ભાડા કરાર તેમના માટે ખુબ જ જરૂરી હોય છે. ભાડા કરાર કરાવતી વખતે એક બાબત જરૂર ધ્યાને આવે કે શા કારણે ભાડા કરાર 11 મહિનાનો જ હોતો હશે ? કેમ 12 કે 6 મહિનાનો નહીં. ત્યારે આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.

Image Source

શા કારણે ભાડા કરાર કરવામાં આવે છે ?
જયારે આપણે કોઈ દુકાન અથવા તો મકાન ભાડે રાખીએ ત્યારે માલિક તેનો ભાડા કરાર કરવાનું જણાવતા હોય છે. આ ભાડે રાખનાર અને માલિક વચ્ચેનો એક લેખિત કરાર છે. તેને લીજ એગ્રીમેન્ટ પણ કહેવામાં આવે છે. જેની અંદર મિલ્કતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે. જેવી કે મિલકતનું સરનામું, તેની સાઈઝ, માસિક ભાડું, સિક્યુરિટી ડિપોઝીટ, મકાનમાં કઈ કઈ વસ્તુઓ હાજર છે તે બધાનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ પ્રકારે બંને પક્ષ વચ્ચે સ્ટેમ્પ ઉપર આ કરાર કરવામાં આવે છે. જેને ભાડા કરાર તરીકે ઓળખવામાં આવે છે.

Image Source

શા કારણે ભાડા કરાર 11 મહિનાથી વધારે નથી હોતો ?
કાયદાના કોઈપણ પુસ્તકની અંદર ભાડા કરારની મુદત વિશે કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, ભાડા કરાર 1 મહિના માટે પણ થઇ શકે છે અને 11 વર્ષ માટે પણ.  પરંતુ હવે મોટાભાગના લોકો ભાડા કરારને 11 મહિના માટે જ બનાવતા હોય છે.

Image Source

તેના માટેનું બીજું એક કારણ એ પણ જવાબદાર છે કે ભાડા કરાર જો 11 મહિનાથી વધારે બનાવવામાં આવે તો તેને રજિસ્ટ્રાર કાર્યાલયની અંદર રજીસ્ટર્ડ કરાવવો પડે છે. ઘણા રાજ્યોમાં તેના માટે મોટો ટેક્સ પણ વસુલવામાં આવે છે. આ ટેક્સથી બચવા માટે ભાડા કરાર 11 મહિનાનો રાખવામાં આવે છે.

Image Source

શા કારણે ભાડા કરાર 11 મહિનાથી ઓછો નથી બનાવવામાં આવતો ?
હવે આ પ્રશ્ન મોટાભાગના લોકોને સતાવે છે તો તેનો સરળ જવાબ છે કે ભાડા કરાર ટાઈપ કરવા વાળા લોકો પાસે 11 મહિનાના ભાડા કરારનું ફોર્મેટ તૈયાર જ હોય છે. તમે જયારે ભાડા કરાર કરાવવા માટે જાવ ત્યારે તે ફક્ત નામ, સરનામું અને માહિતી બદલી પ્રિન્ટ કરી આપતા હોય છે. જો તમે તેને બદલાવવા માંગો તો તે વધારે ચાર્જ વસુલ કરવાનું જણાવે છે જેના કારણે મોટાભાગના લોકો 11 મહિનાના જ ભાડા કરાર કરાવતા હોય છે.