અભિનેતા અભિષેક બચ્ચનએ હંમેશાથી એ સ્વીકાર કર્યું છે કે તેના ઘરની બૉસ તેની માં જયા બચ્ચન રહી છે. રિપોર્ટના આધારે આ જ કારણ છે કે જયાં બચ્ચનને ઐશ્વર્યા રાયની સખ્ત અને કઠોર સાસુના સ્વરૂપે જાણવામાં આવે છે. આજે ઐશ્વર્યા રાય પતિ અને પરિવાર સાથે ખુબ ખુશ છે પણ જણાવી દઈએ કે એક સમયે બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય નહિ પણ અભિનેત્રી રાની મુખર્જી બનવાની હતી.

રાની મુખર્જી આજે એટલે કે 21 માર્ચના રોજ 42 વર્ષની થઇ ચુકી છે. તેનો જન્મ વર્ષ 1978 ના રોજ મુંબઈમાં થયો હતો. રાનીના જન્મદિસવના મૌકા પર આજે અમે તમને જણાવીશું કે આખરે એવું તે શું થયું કે જયાં બચ્ચન અને અભિષેક બચ્ચનને રાની મુખર્જી પસંદ હોવા છતાં તેની વહુ ઐશ્વર્યા રાય બની ગઈ.

અભિષેક અને રાની મુખર્જીએ ઘણી ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે. બંન્નેની ફિલ્મ ‘યુવા અને ‘બંટી ઔર બબલી’ સુપરહિટ સાબિત થઇ હતી. બંન્નેની જોડી ખુબ પસંદ કરવામાં આવતી હતી અને જયાંને પણ રાની મુખર્જી ખુબ જ પસંદ હતી.

ફિલ્મ યુવા રીલીઝ થયા પછી અભિષેક અને રાનીની જોડીને ઑનસ્ક્રીનની સૌથી બેસ્ટ જોડીઓમાંની એક માનવામાં આવવા લાગી હતી.

ફિલ્મ ‘લાગા ચુનરી મેં દાગ’ પછી તેઓના પ્રશ્નલની સાથે સાથે પ્રોફેશનલ જીવનમાં પણ બદલાવ આવવા લાગ્યો. ફિલ્મે વ્યવસાઇક રૂપે સારી સાબિત થઇ ન હતી અને અભિષેક અને રાનીને એક કપલના સ્વરૂપે પણ આગળ વધવા ન દીધું.

શરૂઆતથી જ જયાં બચ્ચને અભિષેક અને રાની મુખર્જી માટે મંજૂરી આપી દીધી હતી કેમ એ રાની જયાંની જેમ જ બંગાળી હતી. પણ રાની અને અભિષેકની ફિલ્મ લાગા ચુનરી મેં દાગ ના દરમિયાન સેટ પર જ જયાં બચ્ચન અને રાની વચ્ચે બોલાચાલી થઈ ગઈ જેની અસર અભિષેક અને રાનીના સંબંધ પર પડી.

બંન્નેએ એકબીજા સાથે વાતચીત કર્યા વગર જ ફિલ્મની શૂટિંગ પૂર્ણ કરી. અભિષેક અને રાની વચ્ચે તેની નકારાત્મક અસર પડી હતી. જ્યારે રાનીના પરિવારે બચ્ચનની પરિવાર સાથે લગ્ન વિષે ચર્ચા કરી તો ત્યારે જયાંએ રાની વિશે એવી વાતો કહી કે તેને રાની સહન કરી શકી ન હતી.

પછી જ્યારે અભિષેક ઐશ્વર્યાના લગ્નમાં પણ રાનીને આમંત્રણ આપવામાં ન આવ્યું ત્યારે આ વાત પણ સ્પષ્ટ થઇ ગઈ કે બંન્ને પરિવાર વચ્ચે તણાવ ખુબ જ વધી ગયો છે.

જ્યારે રાનીને એક ઈન્ટવ્યુમાં પૂછવામાં આવ્યું કે અભિષેકની સાથે શું ગડબડ થઇ અને શું તે આ વાતને લીધે ચિંતિત છે કે તેને તેઓના લગ્નમાં શા માટે બોલાવવામાં ન આવી. તો રાનીએ જવાબમાં કહ્યું હતું કે,”આ પ્રશ્નનો જવાબ માત્ર અભિષેક જ આપી શકે તેમ છે”.

જણાવી દઈએ કે અભિષેકના લગ્ન અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે પણ લગભગ નક્કી થઇ જ ગયા હતા. એક ઇવેન્ટમાં જયાંએ કરિશ્માને વહુ કહીને પણ બોલાવી હતી. પણ કરિશ્માની માં બબીતાને લીધે તેઓ એક ન થઇ શક્યા.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.