મનોરંજન

આ એક્ટ્રેસને કારણે ખુલ્યું હતું સની દેઓલના લગ્નનું રાજ, 35 વર્ષ બાદ સામે આવી સની દેઓલની પત્ની

બૉલીવુડના દમદાર એક્શન હીરોનાં લિસ્ટમાં સની દેઓલે હાલમાં જ રાજનીતિમાં ઝંપલાવ્યું છે. સની દેઓલ જેટલો તેની ફિલ્મને લઈને ચર્ચામાં રહે છે તેટલો જ તેની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા સની દેઓલના પુત્ર કરણ દેઓલને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

કરણ દેઓલની ફિલ્મ પલ -પલ દિલ કે પાસની સ્ક્રીનિંગમાં ઘણા વર્ષો બાદ સની દેઓલની પત્ની પૂજા મીડિયાની સામે આવી હતી. સની દેઓલની પત્ની પૂજા દેઓલ લાઈમલાઈટથી દૂર રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

બૉલીવુડ એક્ટર સની દેઓલનો મિજાજ બહુ જ રોમેન્ટિક હતો, જેના કારણે તેનું અફેર ઘણી એક્ટ્રેસ સાથે હતી. જેમાં ડિમ્પલ અને અમૃતાનું નામ શામેલ હતું. સની દેઓલ અને અમૃતા સિંહએ ‘બેતાબ’ ફિલ્મમાં એક સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ હિટ સાબિત થઇ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સની દેઓલનું દિલ અમૃતા સિંહ ઉપર આવી ગયું હતું. આ ફિલ્મમાં બંનેએ ઘણા ઇન્ટિમેટ સીન આપ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Karan Deol (@imkarandeol) on

આ બંનેની પ્રેમ પ્રકરણ એ હદ સુધી હતું કે, બંને લગ્ન કરવા સુધી પહોંચી ગયા હતા. અમૃતાની માટે આ સંબંધ માટે રાજી ના હતી. પરંતુ દીકરીની ખુશી માટે આ સંબંધમાં તપાસ કરાવી હતી. અમૃતાની માતાને તપાસમાં ખબર પડી હતી કે, સની દેઓલ પહેલાથી જ પરિણીત છે. તેની પત્ની પૂજા લંડનમાં રહે છે. અમૃતાની માતાએ આ વાત અમૃતાને કહી આ સંબંધ માટે ઇન્કાર કરી દીધો હતો. આ બાદ અમૃતા સની દેઓલથી દૂર થઇ ગઈ હતી. આ વાતની પૂજાને કંઈ જ ખબર ના હતી.

સની દેઓલે તેના પૂજા સાથેના લગ્નને વર્ષો સુધી છુપાવીને રાખ્યા હતા જેની પાછળનું કારણ હતું કે, પૂજા લાઈમલાઈટથી દૂર રહેવા માંગતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

બીજી તરફ સની દેઓલના કરિયરનો પણ પ્રશ્ન હતો. તે સમયે પરિણીત હોવું એટલે કરિયર ખતમ થઈ જતું હતું. તે સમયે પૂજા લંડનમાં રહેતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

સની દર મહિને પૂજાને મળવા જતો હતો. સની દેઓલે કયારે પણ પરણિત હોવાનો સ્વીકાર કર્યો ના હતો. આ વચ્ચે 1984માં બંનેના લગ્નની ખબર સામે આવી ત્યારે લોકો ચોંકી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

સની દેઓલ અને પૂજા દેઓલને 2 બાળકો પણ છે. જેનું નામ કરણ અને રાજવીર છે.કરણે હાલમાં જ પલ-પલ દિલ કે પાસથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. લગ્નના આટલા વર્ષો સુધી મીડિયાથી છુપાતી રહેતી પૂજા દેઓલને તેનો પુત્ર પ્રેમ ખેંચી લાવ્યો હતો. આ બાદ પૂજા દેઓલ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. બતાવવામાં આવી રહ્યું છે કે, 35 વર્ષ બાદ મીડિયાના કેમેરામાં કેદ થઇ હતી. પૂજાને લાઇમલાઈટમાં રહેવું બિલકુલ પસંદ નથી. જેથી તે લાઈમલાઈટથી બિલકુલ દૂર રહેતી હતી.

 

View this post on Instagram

 

A post shared by kulwinder nehal (@nehal_kulwinder) on