હિન્દૂ ધર્મમાં શ્રેષ્ઠ અને જેનામાં ભક્તોને આપાર શ્રદ્ધા છે એવા ભગવાન તરીકે પ્રભુ શ્રી રામને માનવામાં આવે છે, બાળપણથી જ આપણે રામાયણ દ્વારા શ્રી રામની ઓળખ મેળવી જ લીધી છે. ભગવાન વિષ્ણુના સાતમા અવતારના રૂપમાં આવતરેલા ભગવાન શ્રી રામની કેટલીય વાર્તાઓ આપણે બાળપણમાં જ સાંભળી હશે અને તેમના ઉપર બનેલી ઘણી ફિલ્મો અને ધારાવાહિક પણ જોઈ જ હશે. પરંતુ કેટલીક એવી બાબતો છે જે આજે પણ આપણને ખબર નથી અને તેમાંથી એક છે ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવામાં આવે છે?

આપણે આપણા વડીલો અને કેટલાક ધાર્મિક ગુરુઓ દ્વારા આ વિશે અલગ અલગ વાતો ચોક્કસ સાંભળી હશે પરંતુ સંપૂર્ણ સત્ય શું છે તેનાથી આજે પણ આપણે વંચિત છીએ. તો આજે અમે તમને શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવાય તેનું રહસ્ય જણાવીશું.
મર્યાદા પુરુષોત્તમનો અર્થ:
સૌ પ્રથમ તો આપણે મર્યાદા પુરુષોત્તમનો અર્થ જાણવો જોઈએ. આ શબ્દ એક સંસ્કૃત શબ્દ છે જેમાં મર્યાદા શબ્દનો અર્થ થાય છે સન્માન અને ન્યાય પરાયણ, તેમજ પુરુષોત્તમનો અર્થ થાય છે સર્વોચ્ચ વ્યક્તિ. આ બંને શબ્દ મળીને એક શબ્દ બને છે મર્યાદા પુરુષોત્તમ. ભગવાન શ્રી રામે ક્યારેય પોતાની મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું, તેમને સદાય પોતાના માતા-પિતા અને ગુરુની આજ્ઞાનું પાલન કર્યું છે. ભગવાન શ્રી રામે પોતાના ભાઈઓ સાથે પોતાની પ્રજાનો પણ ખ્યાલ રાખ્યો છે. તે માત્ર આદર્શ રાજા જ નહીં પરંતુ એક આદર્શ પુત્ર, આદર્શ ભાઈ તેમજ આદર્શ પતિ પણ રહ્યા છે.

શા કારણે કહેવામાં આવે છે ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ?:
ભગવાન શ્રી રામ તેમના ભક્તોના ખુબ જ પ્રિય હતા અને તમામ ભક્તો તેમને આદર્શ માનતા હતા. એટલું જ નહિ પરંતુ શ્રી રામ પોતાના પરિવાર અને સમગ્ર અયોધ્યામાં પણ સૌને પ્રિય હતા કારણ કે તે પોતાના કર્તવ્યોનું પાલન ખુબ જ નિષ્ઠાથી કરતા હતા.
પિતાનું વચન નિભાવ્યું પ્રભુ શ્રી રામે:
રાજા દશરથના પુત્ર તરીકે જન્મેલા ભગવાન શ્રી રામે પોતાના પિતાનું વચન નિભાવવા માટે 14 વર્ષ સુધીનો વનવાસ ખેડ્યો હતો. પોતાની સાવકી માતા કૈકૈ દ્વારા તેના પિતા દશરથને આપવામાં આવેલું વચન નિભાવતા શ્રી રામ એક પુત્રના રૂપમાં આદર્શ બન્યા હતા અને એટલે જ આજના સમયમાં પણ ભગવાન શ્રી રામને આદર્શ માનવામાં આવે છે.

એક ભાઈ તરીકેની ફરજ નિભાવતા શ્રી રામ:
ભગવાન શ્રી રામના ત્રણ ભાઈઓ હતા, ભરત, લક્ષ્મણ અને શત્રુજ્ઞ. ત્રણેય ભાઈ શ્રી રામને આદર્શ માનતા હતા, પોતાની પિતાને આપેલા વચન નિભાવવા માટે 14 વર્ષનો વનવાસ પોતાના ભાઈ ભરતને સોંપીને ચાલ્યા ગયા હોવા છતાં પણ તેમના મનમાં ક્યારેય પોતાના ભાઈઓ માટે ઈર્ષા કે દ્વેષ આવ્યો નથી, તે સદાય પોતાના ભાઈઓનું ભલું જ ઇચ્છતા હતા માટે તે એક ભાઈના રૂપમાં પણ ઘણાના આદર્શ બન્યા.
એક આદર્શ પતિ તરીકે શ્રી રામ:
ભગવાન શ્રી રામના લગ્ન માતા સીતા સાથે થયા હતા અને પોતાની વ્યસ્તતામાં પણ ભગવાન શ્રી રામ સીતા માતાનું ધ્યાન રાખવામાં કોઈ કચાશ નહોતો છોડતા અને એટલે જ જ્યારે વનવાસ દરમિયાન સીતા માતાએ સોનાના હરણની માંગણી કરી ત્યારે પણ લક્ષ્મણ દ્વારા રેખા ખેંચવામાં આવી હતી અને રાવણ નકલી સાધુનો વેશ ધારણ કરીને સીતા માતાનું હરણ કરી ગયો હતો. છતાં પણ પોતાના પત્નીની રક્ષા કરવા માટે તેમને રાવણને પરાસ્ત કર્યો હતો. આ સિવાય પણ શ્રી રામ સીતા માતાનું હંમેશા સન્માન કરતા હતા.

એક શ્રેષ્ઠ રાજાના રૂપમાં શ્રી રામ:
બીજા બધા રાજાઓ કરતા ભગવાન શ્રી રામને શ્રેષ્ઠ રાજા માનવામાં આવતા હતા. વનવાસ બાદ જયારે તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને તેઓ અયોધ્યાની ગાડી ઉપર બિરાજમાન થયા બાદ પ્રજાનું સંપૂર્ણ ધ્યાન પણ તેઓ રાખવા લાગ્યા હતા, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ અને તેમની વાત ધાયનથી સાંભળતા હતા, જયારે એક ધોબી દ્વારા સીતા માતા ઉપર આંગળી ઉઠાવવામાં આવી ત્યારે પ્રભુ શ્રી રામે પોતાના પરિવાર કરતા પણ પ્રજાનું સન્માન રાખ્યું અને સીતા માતાની અગ્નિ પરીક્ષા પણ એ[અપાવી હતી. તેમના રાજ્યમાં ક્યારેય ચોરી, ડકૈતી અને લૂંટ ફાટ થતી નહોતી તેમજ કોઈપણ વ્યક્તિ ભૂખ્યું પણ રહેતું નહોતું. આથી તેઓ એક આદર્શ રાજા તરીકે પણ ખ્યાતિ પામ્યા હતા. માત્ર દેશમાં જ નહિ વિદેશોમાં પણ શ્રી રામની કીર્તિ અને તેમના સાશનના ડંકા વાગતા હતા.

આમ સમગ્ર રીતે જોવા જતા ભગવાન શ્રી રામે પોતાની મર્યાદાનું પણ પાલન કર્યું સાથે તમામ સંબંધોમાં પણ શ્રેષ્ઠ બન્યા અને જેના કારણે તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ તરીકે ઓળખવામાં આવ્યા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.