રેલવેમાં મુસાફરી કરવી આપણને સૌને ગમતી હોય છે. ઘણીવાર મુસાફરી દરમિયાન આપણે કેટલીક બાબતોની નોંધ કરતા હોઈએ છે કે શા માટે રેલવેમાં આમ હોય છે? કેટલાક કારણો આપણે જાણતા હોઈએ છીએ અને કેટલાકને જાણવાના પ્રયાસો કરીએ છીએ.

આજે આપણે એવું જ એક કારણ જાણવા જઈ રહ્યા છે જેને તમને હંમેશા વિચારમાં મુક્યા હશે. આ કારણે છે રેલવેના પાટા વચ્ચે પાથરવામાં આવેલા પથ્થરોનું. વિશ્વના કોઈપણ રેલવે ટ્રેકને જોશો તમને આ પથ્થર પથરાયેલા જોવા મળશે. ત્યારે મનમાં એમ પણ પ્રશ્ન થાય કે “શા માટે પથ્થર જ પાથરવામાં આવે છે? બીજું કઈ કેમ નહીં?” તો એ વાતનો પણ આ લેખમાં અમે જવાબ આપીશું.

રેલવેના પાટા વચ્ચે પથ્થરો બિછાવવા પાછળ એક વજ્ઞાનિક કારણ જવાબદાર છે. જયારે રેલવેની શરૂઆત થઇ એ દરમિયાન રેલવે ટ્રેકનું નિર્માણ સ્ટીલ અને લાકડાના પાટિયા દ્વારા કરવામાં આવતું હતું. આજના સમયમાં લાકડાના પાટિયાને બદલે સિમેન્ટની સીલ્લીઓનો ઉપયોગ કરવામાં આવે છે જેને “સ્લીપર્સ” પણ કહેવાય છે. હકીકતમાં ટ્રેક ઉપર નાના-નાના પથ્થરો પાથરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ લાકડાની અને સિમેન્ટની સીલ્લીઓને પોતાના સ્થાન ઉપર મજબૂતી સાથે સ્થિર રાખવાનું છે. જેના કારણે સીલ્લીઓ રેલવેના પાટાને મજબુતીથી પકડી રાખે.

જયારે ટ્રેન દોડી રહી હોય છે ત્યારે પાટાની વચ્ચે કંપન પેદા થાય છે. આ સિવાય વધારે પડતી ગરમીના કારણે પાટા ફેલાય છે અને ઠંડીમાં સંકોચાય છે. જેનાથી ટ્રેનનું બધું જ વજન લાકડા અથવા સિમેન્ટની સીલ્લીઓ ઉપર આવી જાય છે. પરંતુ પાટા વચ્ચે પથ્થર બિછાવેલા હોવાના કારણે બધો જ ભાર આ પથ્થરો ઉપર આવી જાય છે. જેનાથી કંપન, પાટાઓનું સંકોચાવું, ટ્રેનનું વજન બધું જ એક સરખું બની જાય છે. બીજું એક કારણ એ પણ છે કે જયારે રેલવેના પાટા ઉપરથી ખુબ જ વજનદાર ટ્રેન પસાર થતી હોય ત્યારે તેનું સંતુલન જળવાઈ રહે જમીનને કઈ નુકશાન ના પહોંચે તે માટે પણ આ પથ્થરો પાથરવામાં આવે છે.
આ સિવાય એમ પણ માનવામાં આવે છે કે પથ્થરો પાથરવાના કારણે વરસાદના સમયમાં પાટા વચ્ચે ભરાતું પાણી સરળતાથી બહાર નીકળી શકે છે. તેમજ ચોમાસામાં પાટાની આજુબાજુ કાદવ કીચડ પણ થતો નથી અને પથ્થરો પાથરવાના કારણે ધ્વનિ પ્રદુષણ પણ અટકે છે. રેલવેના પાટા ઉપર પથ્થરો એટલા માટે પણ પાથરવામાં આવે છે કે તેનાથી રેલવેના પાટા ઉપર ઘાસ ના ઉગી જાય અને જેનાથી ટ્રેનને પસાર થવામાં કોઈ મુશ્કેલી ના ઉભી થાય.

આ રીતે રેલવેના પાટા ઉપર આ પથ્થરો પાથરવા પાછળ અલગ અલગ કારણો જવાબદાર રહેલા છે. ટ્રેનનું વજન આપણે સૌને ખબર હોય છે. જો પાટા ઉપર સહેજ પણ નાની એવી ખામી રહી ગઈ તો ઘણા લોકોના જીવ પણ જઈ શકે છે જેના કારણે વર્ષોથી યાત્રિકો અને રેલવેની સુરક્ષા માટે આવા આયોજનો કરવામાં આવ્યા હતા.