જાણવા જેવું

કેમ રાખવામાં આવે છે વસ્તુની કિંમત પાછળ 99 કે 199, આ પાછળનું કારણ જાણીને ચકીત થઇ જશો

ભારતના લોકોને હંમેશા શોપિંગ કરવું ગમે છે અને એમાં પણ સ્ત્રીઓને ખાસ શોપિંગ કરવામાં રસ હોય છે. આપણે જયારે પણ કોઈ મોલ અથવા શો રૂમમાં જઈએ ત્યારે એક બાબત ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ કે કોઈ પણ વસ્તુની કિંમતમાં 1 રૂપિયો ઓછો હોય છે. એ 49, 99, 199, 999 કે પછી 4999 જેવી જ હોય છે ત્યારે એમ થાય કે આ એક રૂપિયો ઓછો રાખવા પાછળનું કારણ શું હશે?

Image Source

મનમાં એમ પણ થાય કે જો આ લોકો રાઉન્ડ ફિગર કેમ નહિ રાખતા હોય? જો રાઉન્ડ ફિગર રાખે તો એક રૂપિયાની ઝંઝટ જ નીકળી જાય. પરંતુ એવું ક્યારેય નહીં થાય એની પાછળ એક મોટું કારણ જવાબદાર છે જેનાથી મોટાભાગના ગ્રાહકો અજાણ છે.

Image Source

શો રૂમ, મોલ અને દુકાનોમાં રાખવામાં આવતી 1 રૂપિયો ઓછી કિંમત એ દુકાનદાર કે વસ્તુ વિક્રેતા માટે જ ફાયદાકારક છે અને જેનાથી ગ્રાહક સદાય અજાણ રહે છે તેના કારણે લગભગ બધા જ વિક્રેતાઓ પોતાની કિંમતમાં 1રૂપિયાનો ઘટાડો રાખે છે.

Image Source

ચાલો તમને જણાવીએ કેવી રીતે આપણે એક રૂપિયો ઓછી કિંમત જોઈને છેતરાઈએ છીએ અને વસ્તુ વિક્રેતા એનો લાભ ઉઠાવી જાય છે.

Image Source

જયારે તમે કોઈપણ વસ્તુ ખરીદવા માટે બજારમાં કે કોઈ મોલ અથવા દુકાનમાં જશો ત્યારે વસ્તુ પસંદ આવતા તમે એનું પ્રાઈઝ ટેગ ચેક કરશો. જેમાં તે વસ્તુની કિંમત લખેલી હશે.  ઉદાહરણ તરીકે તમે કોઈ ઘડિયાળ ખરીદવા માટે બજારમાં ગયા છો અને તમને તે પસંદ આવ્યું છે જેના પર કિંમત 1499 લખેલી છે. હવે આ ઘડિયાળ ખરીદતી વખતે તમે પાછળના 99 રૂપિયામાં  જેટલું ધ્યાન નહિ આપો તેટલું ધ્યાન આગળના 1400 રૂપિયા ઉપર આપશો જેને મનોવૈજ્ઞાનિક અભિગમ તરીકે પણ જોવામાં આવે છે. જેના દ્વારા ગ્રાહકોને આકર્ષી શકાય છે.

Image Source

વળી, આપણે જયારે એ કિંમતનું ઉચ્ચારણ કરીએ ત્યારે પણ પાછળના આંકડા સાઇલેન્ટ થઇ જતા હોય છે અને આગળના આંકડા ઉચ્ચારણમાં તીવ્ર રીતે બોલાય છે જેના કારણે આપણા માનસપટ ઉપર આગળની જ રકમ વહેલી ઉપસી આવે છે અને આપણે એ વસ્તુ તરફ આકર્ષિત થઈએ છીએ. વસ્તુની કિંમત પણ આપણે ડાબી તરફથી જ વાંચતા હોય આગળ રહેલો આંકડો જ આપણી આંખો સામે પહેલા આવે છે જેના કારણે પણ આપણને વસ્તુ પ્રત્યે આકર્ષણ જન્મે છે. જેનો લાભ વસ્તુ વિક્રેતાને મળે છે. બજારમાં પોતાની આ એક રૂપિયો ઓછી કિંમત રાખવાની પાછળનો હેતુ ગ્રાહકના મનને વસ્તુ પ્રત્યે આકર્ષવાનું છે.

Image Source

વસ્તુની કિંમતમાં એક રૂપિયો ઓછો રાખીને વસ્તુ વિક્રેતાઓ લાખો રૂપિયાનું કાળું નાણું જમા કરતા હોય છે. વાંચીને  મનમાં એમ પણ થાય કે માત્ર એક રૂપિયા દ્વારા કેવી રીતે કોઈ લાખો રૂપિયાનું કાળું નાણું એકત્ર કરતું હશે? પરંતુ અમે તમને સમજાવીએ કે તમારા એક રૂપિયા દ્વારા કેવી રીતે કાળું નાણું એકત્ર કરી શકે છે.

Image Source

એક રૂપિયો કિંમત ઓછી રાખેલી વસ્તુ જયારે આપણે કોઈ દુકાન કે મોલમાંથી ખરીદીએ ત્યારે બચેલો એક રૂપિયો લેવામાં નિષ્કાળજી દાખવીએ છીએ. મનમાં એમ પણ થાય કે આવડા મોટા શૉ રૂમમાં એક રૂપિયો મંગાવાની પણ આપણને શરમ આવતી હોય છે. તો ક્યારેક શૉ રૂમ કે દુકાનમાં એક રૂપિયાના બદલામાં ચોકલેટ આપવામાં આવે છે. પોતાનું સ્ટેટ્સ જાળવવા માટે પણ આપણે એક રૂપિયો પાછો નથી લેતા વળી ક્યારેક આપણે વસ્તુની કિંમત રાઉન્ડ ફિગર માનીને જ એક રૂપિયો લીધા વગર નીકળી જતા હોઈએ છીએ.

Image Source

આ એક રૂપિયા દ્વારા વસ્તુ વિક્રેતાને લાખો રૂપિયાનો ફાયદો થાય છે. જેમ કે કોઈ વસ્તુ વિક્રેતાના આખા ભારતની અંદર 100 આઉટલેટ છે. દરેક આઉટલેટ ઉપર રોજના 50 ગ્રાહકો એવા આવતા હોય જે પોતાનો એક રૂપિયો પાછો માંગતા જ ના હોય. તો એક દિવસના 200×50=10,000 રૂપિયા કાળા નાણાં તરીકે ભેગા કરે છે જે મહિનાના 3,00,000 લાખ અને વર્ષના 36,00,000 લાખ થાય. આ તો માત્ર એક ઉદાહરણ છે. મોટી મોટી બ્રાન્ડના મોટા પ્રમાણમાં આઉટલેટ બજારોમાં છે અને રોજના હજારો ગ્રાહકો ત્યાંથી જ ખરીદી કરતા હોય છે અને પોતાનો એક રૂપિયો લેવામાં નિષ્કાળજી રાખતા હોય છે. તો એ દ્વારા આપણી કલ્પના બહારનું કાળું નાણું જમા થતું હશે કારણ કે આ એક રૂપિયાનો હિસાબ કોઈ બિલમાં કે કોઈ ચોપડામાં તમને જોવા નહિ મળે. ભલે તમે તમારો એક રૂપિયો છોડી દીધો છે પરંતુ એ તમને બિલ પણ એક રૂપિયા ઓછાનું જ આપશે.

Image Source

તો જોયુંને આ 1 રૂપિયો ઓછો રાખવાનું કારણ! જાણીને તમને પણ નવાઈ લાગી હશે. પણ હવે ધીમે ધીમે લોકો એક રૂપિયા માટે પણ જાગૃત થવા લાગ્યા છે. ઓનલાઇન શોપિંગના આવવાના કારણે આ એક રૂપીયાની પણ બચત થવા લાગી છે અને કાળું નાણું પણ અટક્યું છે. ઓનલાઇન શોપિંગમાં પણ ગ્રાહકોને આકર્ષવા માટે કિંમતમાં એક રૂપિયાનો ઘટાડો જ રાખવામાં આવે છે પરંતુ તેનું પેમેન્ટ આપણે ઓનલાઇન કરતા હોય જેતે મૂળ કિંમત જ ચુકવતા હોઈએ છીએ.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.