મનોરંજન

શા કારણે મુકેશ ખન્નાને કપિલ શર્મા, બિગબોસ, એકતા કપૂર, સોનાક્ષી સિંહા ઉપર ગુસ્સો આવે છે?

છેલ્લા થોડા સમય પહેલા “ધ કપિલ શર્મા શો”ની અંદર મહાભારતની ટિમ આવ્યા બાદ મુકેશ ખન્ના હાજર ના રહેતા મોટો વિવાદ થયો હતો, મુકેશ ખન્નાએ આ શો પ્રત્યે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો અને આ શોને ફુહડ તેમને સ્ત્રીઓના કપડાં પહેરીને ખોટા નાટકો કરતા હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ તેમને માત્ર કપિલ શર્મા શો જ નહિ બીજા પણ કેટલાક શો અને કલાકારો માટે પણ ગુસ્સો આવે છે.

Image Source

“મહાભારત”માં તેમની સાથે કામ કરી ચૂકેલા અભિનેતા ગજેન્દ્ર ચૌહાણને પણ તેમને ચાપલૂસ કહ્યું હતું. તો સલમાન ખાનના શો બિગબોસ વિશે પણ તેમને એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તેઓ આવા કોઈ વાહિયાત શોમાં જવા માટે નથી માંગતા. તે વિદેશી શોનું કોપી વર્જન છે, હિન્દુસ્તાની શો નથી. એવું પણ જણાવ્યું હતું.

Image Source

તો 90ના દશક બાદ ટીવી ઇન્ડસ્ટ્રીમાં બદલાયેલા સમીકરણોમાં એકતા કપૂર પણ “મહાભારત” લઈને આવી હતી તો મુકેશ ખન્નાનો ગુસ્સો ત્યારે પણ ફૂટ્યો અને આ શોને પણ ફૂહડ જણાવી દીધો હતો. તો જયા બચ્ચને સંસદમાં ડ્રગ્સ મુદ્દે આપેલા પોતાના નિવદેન ઉપર પણ મુકેશ ખન્નાએ તેમના ભાષણને બકવાસ જણાવ્યું હતું.

Image Source

તો “કોન બનેગા કરોડપતિ”માં જયારે રામાયણ સાથે જોડાયેલા પ્રશ્નનો જવાબ સોનાક્ષી નહોતી આપી શકી ત્યારે પણ મુકેશ ખન્નાએ સોનાક્ષીને રામાયણ જોવાની સલાહ આપી દીધી હતી. એવી જ રીતે જયારે દેશની અંદર ટીક ટોક ખુબ જ ચાલી રહ્યું હતું ત્યારે મુકેશ ખન્નાએ ટીક ટોક ઉપર વિડીયો બનાવનારને નકામા ગણાવ્યા હતા.