જાણવા જેવું

સ્વાસ્થ્ય માટે ખરાબ હોય છે શરાબ, તો પછી સૈનિકોને કેમ આપવામાં આવે છે. 99% લોકો નહિ જાણતા હોય જવાબ – જાણો ક્લિક કરીને

શરાબ વિશે બધા જ વ્યક્તિઓ એક અવાજે કહે છે કે તે શરીર માટે નુકશાનદાયક હોય છે. વધુ શરાબ પીવાથી લીવર ખરાબ થઇ શકે છે. ગુજરાત અને બિહાર જેવા ઘણા રાજ્યોમાં શરાબ પર પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સેનાના જવાનોને શરાબ કેમ આપવામાં આવે છે અને એ પણ ઓછા ભાવે? જ્યારે તેઓને તો બિલકુલ પણ શરાબ ન મળવી જોઈએ કારણકે તેમની જવાબદારી સરહદની સુરક્ષા કરવાની છે અને આતંકીઓ સામે લડવાનું હોય છે.

જવાનો તો હંમેશા સતર્ક રહેવાનું હોય, એ માટે તેઓએ હંમેશા જ અનુશાસિત અને કઠોર જીવન જીવવા માટે તૈયાર કરવામાં આવે છે. એવામાં સવાલ ઉભો થાય છે કે તેઓએ શરાબ કેમ પૂરી પાડવામાં આવે છે. જાણો છો કે સેનામાં શરાબ કેમ પ્રતિબંધિત નથી કરવામાં આવતી.

સૌથી પહેલું અને મુખ્ય કારણ છે કે સેનાના જવાનોની કામકાજી પરિસ્થિતિ ઘણી મુશ્કેલ હોય છે. સેનાના જવાનોને મુશ્કેલ પરિસ્થિતિઓમાં અને સૌથી ઠંડા વિસ્તારોમાં ફરજ બજાવીને દેશની સુરક્ષા કરવાની હોય છે. એ વિસ્તારોમાં એકલા ઉભા રહેવું અને બીજાને સુરક્ષા આપવું આસાન નથી હોતું. તેથી શરાબ તેમને ગરમ રાખે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમને જીવિત રહેવામાં મદદ કરે છે.

Image Source

બ્રિટિશરો ભારતમાં આવ્યા એ પહેલા આલ્કોહોલ પીવાની કોઈ ફોર્મલ ન હતી, રાજાશાહીના સમયમાં તો સૈનિકોને પીવાની છૂટ હતી. પરંતુ પછીથી અંગ્રેજો આવ્યા અને એમની સેનામાં દરેક અધિકારી અને જવાનના શરાબ પીવાનું પ્રમાણ નક્કી હતું. આઝાદી પછી પણ આ પરંપરા ભારતીય સેનામાં ચાલતી આવી અને ત્યારથી જ તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. તેમને જવાનોને અધિકારીઓના નિરીક્ષણ હેઠળ એક નક્કી કરેલી માત્રામાં આલ્કોહોલ આપી શકાય છે.

આવી રીતે જ જ્યારે કોઈ જવાનની પોસ્ટિંગ થાય છે કે નવા ભરતી કરવામાં આવે છે, તો તેમનું સ્વાગત પણ બધા જામ ઉઠાવીને કરે છે. આવી જ કેટલીક પરંપરાઓ ચાલતી આવી છે. આ સિવાય જવાન પોતાના પરિવારથી દૂર રહે છે, સામાન્ય સમયમાં જ્યારે તેઓ વ્યસ્ત નથી હોતા, તો તેમની પાસે પસાર કરવા માટે ઘણો સમય હોય છે. જેથી તેઓ શરાબના સહારે પોતાના સાથીઓ સાથે પોતાનો સમય વિતાવે છે.

Image Source

જો કે આનો અર્થ એ નથી કે કોઈ પણ ફરજ દરમ્યાન શરાબના નશામાં રહેશે, અધિકારીઓને સીમિત પ્રમાણમાં જ શરાબ પીવાની પરવાનગી મળી છે. જેનો હિસાબ રાખવા માટે રજિસ્ટ્રાર બનાવવામાં આવે છે. જો કોઈ વધુ નશામાં મળી આવે તો તેના વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે છે અને કેટલાક જૂજ કિસ્સાઓમાં તો કોર્ટ-માર્શલ પણ કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks