લતાજી આખરે કેમ આજીવન કુંવારા રહ્યા ? સાંભળીને દુઃખ થશે

સ્વર કોકિલા ભારતરત્ન દિગ્ગજ લતા મંગેશકરનો પાર્થિવ દેહ આજથી હંમેશા માટે પંચ મહાભૂતમાં વિલીન થઈ ચૂક્યો છે. મુંબઈના શિવાજી પાર્ક મેદાન ખાતે તેમના પાર્થિવ દેહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

તેમની અંત્યેષ્ઠિમાં PM નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે, બૉલીવુડ એકત્ર શાહરુખ ખાન, ક્રિકેટર સચિન તેંડુલકર, શંકર મહાદેવન, જાવેદ અખ્તર, રણબીર કપૂર સહિતની હસ્તીઓ હાજર રહી હતી.


મીડિયા રિપોર્ટ અનુસાર લતા દીદીએ ફક્ત 13 વર્ષની ઉંમરમાં ડેબ્યુ કર્યું હતું. તેમની પહેલી કમાણી 25 રૂપિયા હતી. તેમની લાઈફ સ્ટાઈલ ખુબ જ સાદી હતી પણ તેમની પાસે કારોનું બેસ્ટ કલેક્શન હતું. રિપોર્ટસ પ્રમાણે લતા દીદી પાસે લગભગ 370 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ હતી.

તેમની મોટા ભાગની કમાણી તેમના ગીતોની રોયલ્ટીથી થઈ હતી. આ સિવાય તેમણે ઘણું સારુ ઈન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું. લતા મંગેશકર પેડર રોડ પર આવેલા પ્રભાકુંજ ભવનમાં રહેતા હતા. લતાદીદી પાસે ગાડીઓનું શાનદાર કલેક્શન હતું કારણ કે, તેમને પોતાની ગેરેજમાં શ્રેષ્ઠ અને સ્ટાઈલિશ કાર રાખવાનો શોખ હતો. મંગેશકરે ઘણા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ કારના ખૂબ જ વધારે શોખીન છે.

લતા દીદીએ જણાવ્યું હતું કે, તેમણે સૌ પ્રથમ એક Chevrolet ખરીદી હતી. તેમણે આ કાર ઈન્દોરથી ખરીદી હતી. તેમણે આ કાર પોતાની માતાના નામથી ખરીદી હતી ત્યાર બાદ તેમના ગેરેજમાં Buick કાર પણ આવી. તેમની પાસે Chrysler કાર પણ હતી. લતા દીદીને યશ ચોપડાએ ગિફ્ટમાં વૈભવી ફેમસ મર્સિડીઝ કાર આપી હતી. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, સ્વર્ગીય યશ ચોપરાજી મને તેમની બહેન માનતા હતા અને ખૂબ જ પ્રેમ આપતા હતા. ‘વીરઝારા’ના મ્યુઝિક રિલીઝ વખતે તેમણે મારા હાથમાં મર્સિડીઝની ચાવી મૂકી અને કહ્યું કે તે મને કાર ગિફ્ટ કરી રહ્યા છે. મારી પાસે હજુ પણ તે કાર છે.

સોશિયલ મીડિયા પર લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળીને ફેન્સ અને સેલેબ્સ ચોંકી ગયા છે. દરેક સિંગર ગાયકના આત્માની શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકોની આંખો ભીની છે. આજે દરેક ભારતીયોની આંખમાં આંસુ છે. લતા મંગેશકરનો સૂરીલો અવાજ તેમના ચાહકોના કાનમાં ગુંજી રહ્યો છે. હવે આ અવાજ હંમેશા માટે મૌન થઈ ગયો છે.

સ્વર કોકિલા લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ MPના ઈન્દોરમાં થયો હતો. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે તેમણે અગણિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે પોતાની જાત મહેનત, સમર્પણ અને જુસ્સાથી આ સિદ્ધિ હાંસલ કરી છે. લતાજીએ 30 થી વધુ ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે. તેથી જ તેમને વર્ષ 1989માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા અને ત્યારબાદ 2001માં લતાજીને ભારતના સૌથી મોટા પુરસ્કાર ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

લતાજીના કરોડો ફેન્સમાં મનમાં એક પ્રશ્ન અવશ્ય હશે કે લતાજીએ લગ્ન કેમ ન કર્યા? તો આજે અમે તમને લતાજીના પ્રેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમને લગ્ન ન કર્યા તેની પાછળ બે મોટા કારણો હતા. એક તો લતાજી નાની ઉંમરથી જ તેમના ભાઈ-બહેન મીના, આશા, ઉષા અને હૃદયનાથની સાર સંભાળ રાખતા હતા. પછી ભણવામાં અને સક્ષમ બનાવવામાં લતા દીદીની ઘણી ઉંમર વીતી ગઈ હતી. આ પછી એકવાર તેમણે લગ્ન કરવાનું મન બનાવ્યું તો નસીબે સાથ ન આપ્યો.

મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, દિવંગત ક્રિકેટર અને BCCIના પૂર્વ પ્રમુખ રાજ સિંહ ડુંગરપુર લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરના નજીકના દોસ્ત હતા. રાજ સિંહ રાજસ્થાનના રાજવી પરિવારના હતા અને ડુંગરપુરના તત્કાલીન રાજા સ્વ.મહારાવલ લક્ષ્મણ સિંહજીના સૌથી નાના પુત્ર હતા. લતા મંગેશકરને તેમની સાથે પ્રેમ થયો હતો.

કહેવાય છે કે લતાજી અને રાજસિંહે લગ્ન કરવાનું મન બનાવી રહ્યા હતા પણ મહારાવલ લક્ષ્મણસિંહજીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેનું કારણ એ હતું કે લતા મંગેશકર રાજવી પરિવારના ન હતા અને મહારાવલ લક્ષ્મણ તેમના પુત્ર રાજ સિંહના લગ્ન સામાન્ય છોકરી સાથે કરવા માંગતા ન હતા. આ પછી લતા મંગેશકર જીવનભર કુંવારા રહ્યાં હતાં.

તમને જણાવી દઈએ કે લતા મંગેશકરને ભારતના ત્રણ સર્વોચ્ચ નાગરિક સન્માનો (ભારત રત્ન, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ) સહિત ૩ રાષ્ટ્રીય અને ૪ ફિલ્મફેર પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1974માં લતા મંગેશકર લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય બની હતી અને ૨૦૧૧ વર્ષમાં લતા મંગેશકરે છેલ્લી વખત ‘સતરંગી પેરાશૂટ’ ગીત ગાયું હતું, ત્યારથી તેઓ હજુ પણ ગાવાથી દૂર છે.

હાલ લતાજીનો પાર્થિવ દેહ બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો છે. ત્યાંથી તેમનો પાર્થિવ દેહ શિવાજી પાર્ક અંતિમ દર્શનાર્થે માટે લઇ જવામાં આવશે. સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઈ પહોંચશે અને લતાદીદીને શ્રદ્ધાંજલિ આપશે. લતાજીના અંતિમ સંસ્કાર પણ શિવાજી પાર્ક સ્થિત સ્મશાન ગૃહમાં સાંજે 6-30 વાગ્યે કરવામાં આવશે.

YC