કૌશલ બારડ જાણવા જેવું લેખકની કલમે

શા માટે તિબેટ પરથી વિમાન ઉડાડવાની મનાઈ છે? ક્લીક કરીને જાણો રહસ્ય

ભારતની સાથે જેની સીમા જોડાયેલી છે એ તિબેટને ‘દુનિયાનું છાપરું’ કહેવામાં આવે છે! તિબેટ વિશે અનેક રહસ્યમયી વાતો વારેવારે સાંભળવામાં આવે છે. એવું કહેવાય છે, કે ભારત પર થયેલાં મુસ્લીમ આક્રમણોથી આપણા અમૂલ્ય ધરોહર જેવા પ્રાચીન ગ્રંથોને સુરક્ષિત રાખવા માટે તિબેટ પહોંચાડી દેવામાં આવ્યા હતા. અલબત્ત, પછી એનું શું થયું એ કોઈ જાણતું નથી!

Image Source

આજે તિબેટ ચીનના કબજા હેઠળ છે. એક વખતે દુનિયાથી બિલકુલ અલિપ્ત રહીને, પોતાની શાંતિપ્રિય સ્વતંત્રતામાં રમતો દેશ ૧૯૫૧થી ચીનનો ગુલામ છે. તિબેટીયન પ્રજા ઉપર ચીનની સરકાર દ્વારા આચરવામાં આવેલા અમાનુષી જુલમોની યાદીઓ થોથાં ભરાય એટલી છે. પણ ખેર, આપણે અહીં એક આશ્વર્યજનક પ્રશ્નનો જવાબ મેળવવાનો છે કે ‘શા માટે તિબેટના આકાશ પરથી હવાઈજહાજો ઉડતાં નથી?

Image Source

પ્લેન ઉડાડવામાં આવતી અડચણો શું છે?
અગાઉ કહ્યું તેમ તિબેટને ‘દુનિયાનું છાપરું’ કહેવાય છે. નાનકડો તિબેટ આખો પઠારી પ્રાંત જ છે. એનું ભૃપુષ્ઠ ઉત્તુંગ પહાડોથી છવાયેલું છે. હિમાલયનું અહીં ઘર છે એમ જ કહો! સરેરાશ ૮,૦૦૦ મીટર ઉંચાઈ ધરાવતા શિખરો અહીઁ મોજૂદ છે. કાંચનજંઘા, મકાલૂ, ઓ ચોયૂ જેવાં શિખરો આઠ હજાર મીટરથી ઊંચાં છે. ૮૮૪૮ મીટરનો એવરેસ્ટ તો આમાં શિરમોર છે! (માઉન્ટ એવરેસ્ટ નેપાળ અને તિબેટ બંને દેશો સાથે સંકળાયેલ છે.) આ ઉપરાંત, ૬,૬૦૦ મીટર જેટલી ઉંચાઈ ધરાવતા કૈલાસ પર્વત જેવાં શિખર પર તિબેટમાં મોજૂદ છે. સમુદ્ર સપાટીથી તો તિબેટની ઉંચાઈની વાત જ જવા દો!

Image Source

આ પહાડોને લાંઘી નથી શકતાં વિમાનો!
ઉપરનાં વર્ણન ઉપરથી તમે સમજી જ ગયા હશો કે કોમર્શિયલ વિમાનોનાં હાજાં ગગડાવવા માટે તિબેટનાં આભ સોંસરવા નીકળી જતાં શિખરો જ કારણભૂત છે! પૃથ્વીના ક્ષોભાવરણ(ટ્રોપોસ્ફિયર)માં ઉડાન ભરતાં વિમાનો માટે આટલી ઉંચાઈ હાંસલ કરવી શક્ય નથી.

Image Source

એનું બીજું કારણ એ પણ છે, કે આટલી ઉંચાઈએ પહોઁચ્યા બાદ હવામાં ઓક્સિજનની કમી વર્તાવા લાગે. અને કોમર્શિયલ ફ્લાઇટમાં વધારે માત્રામાં ચાલે તેટલો ઓક્સિજન હોતો નથી. આથી યાત્રિકો માટે જીવનાં જોખમનો પણ સવાલ બને છે. જે એક પડકારરૂપ કારણ છે.

Image Source

વળી, ઉબડખાબડ જમીન ધરાવનાર તિબેટના પઠારમાં ઉડી રહેલા વિમાનમાં કંઈક ખામી સર્જાય અને પાયલોટને ઓચિંતા જ લેન્ડીંગની જરૂર પડી તો? તો શું? તિબેટમાં ક્યાંય એવું સુરક્ષિત લેન્ડીંગ થઈ શકે એ માટે એરપોર્ટની વ્યવસ્થા છે જ નહી!

Image Source

ઉપર જણાવેલાં કારણોને લીધે તિબેટ પર ચીનનાં મિલીટ્રી એરક્રાફ્ટો સિવાય કોમર્શિયલ ફ્લાઇટોની ઉડાન થતી નથી.

Image Source

આશા છે, કે આપને આ નવીન જાણકારીયુક્ત આર્ટિકલ પસંદ પડ્યો હશે. લીંક આપના મિત્રોને પણ શેર કરજો. આવી વિગતો વધારે જાણવા – મુલાકાત લેતા રહો! ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.