કેમ ભારત છોડીને ગુજરાતી વિદ્યાર્થીઓને વિદેશ જવામાં લાલચ જાગે છે? 1 કરોડ અહીંયા છે અને યુક્રેનમાં ફક્ત આટલી

સમગ્ર વિશ્વના તમામ પ્રયાસો પછી પણ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે, જે અટકવાનું નામ જ નથી લઇ રહ્યુ. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની જાહેરાત બાદ યુક્રેનમાં વિસ્ફોટ થયા. તેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધ દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહ્યુ છે. જે બાદ આખી દુનિયાની નજર બંને દેશો પર છે. આવી સ્થિતિમાં આજે અમે તમને યુક્રેનની મેડિકલ સ્ટડી વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે શા માટે દુનિયાભરમાંથી લોકો યુક્રેનમાં MBBS કરવા જાય છે અને ભારત કરતા અહીં શિક્ષણ કેટલું સસ્તું છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ભારતની ખાનગી મેડિકલ કોલેજોમાં અભ્યાસ માટે દર વર્ષે 15થી 20 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ યુક્રેનમાં આ શિક્ષણ તેમના દેશની તુલનામાં ખૂબ સસ્તું છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

મહનૂર, જે સુરતની વતની છે, તે યુક્રેનના વિનીતસિયામાં VNMU યુનિવર્સિટીમાંથી એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. મહનૂર બે વર્ષ પહેલા યુક્રેન ભણવા માટે આવી હતી. મહનૂરે જણાવ્યું કે યુક્રેનમાં એમબીબીએસનો વાર્ષિક ખર્ચ 6000થી 7000 ડોલર છે એટલે કે વાર્ષિક યુનિવર્સિટી ટ્યુશન ફી લગભગ 5000 ડોલર છે. આ સિવાય હોસ્ટેલમાં રહેવા માટે દર વર્ષે લગભગ $1000નો ખર્ચ થાય છે. ખાણી-પીણીની સાથે અન્ય ખર્ચાઓ પણ દર વર્ષે લગભગ $1200 આવે છે.આ રીતે જોઈએ તો યુક્રેનમાં પાંચ વર્ષનો MBBSનો કુલ ખર્ચ 25થી 30 લાખ રૂપિયા છે.

જોકે, યુક્રેનમાં એમબીબીએસમાં પ્રવેશ મેળવવો એટલો સરળ પણ નથી. ભારતના વિવિધ રાજ્યોમાં રહેતા વિદ્યાર્થીઓ સ્થાનિક એજન્ટોને દોઢથી ત્રણ લાખ રૂપિયા ચૂકવે છે, પછી તેઓ યુક્રેનિયન યુનિવર્સિટી અથવા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવે છે. જો કે, એજન્ટને ચૂકવવામાં આવેલી આ રકમમાં તેનું કમિશન તેમજ ભારતથી યુક્રેન સુધીની ફ્લાઈટ ટિકિટ અને વિઝાની કિંમત, ટેમ્પરરી રેસિડેન્સ કાર્ડ (TRC) માટેની ફીનો સમાવેશ થાય છે. રાજસ્થાનનો વતની હિમાંશુ એમબીબીએસ ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. હિમાંશુ 2019માં યુક્રેન ગયો હતો.

હિમાંશુએ જણાવ્યું કે 5 વર્ષનો ખર્ચ 25 લાખ રૂપિયા સુધીનો થશે જેમાં તે ડોક્ટર બની શકશે જે તેનું બાળપણનું સપનું હતું. હિમાંશુના પિતા રાજસ્થાનની એક સરકારી શાળામાં શિક્ષક છે અને ભારે મુશ્કેલીથી તેમણે હિમાંશુને ડોક્ટર બનવા માટે યુક્રેન મોકલ્યો હતો. હિમાંશુ કહે છે કે 2019માં ભારતની મેડિકલ કોલેજોમાં કુલ 28000 સીટો હતી અને લગભગ 15 લાખ બાળકોએ પરીક્ષા આપી હતી. સરકારી કોલેજોમાં એડમિશન મેળવવું મુશ્કેલ હોય છે. ખાનગી કોલેજોમાં ભણવું મુશ્કેલ હોય છે. તે કહે છે કે, મારો પરિવાર ખાનગી કોલેજનો ખર્ચ ઉઠાવવા અસમર્થ છે.

હિમાંશુએ વધુમાં જણાવ્યું હતું કે તેણે તેના પિતાને એક એજન્ટ દ્વારા યુક્રેન જવાની જાણ કરી હતી. જો કોઈ વ્યક્તિ ભારતની ખાનગી મેડિકલ કોલેજમાંથી આ કોર્સ કરે છે, તો તેણે પાંચ વર્ષ માટે 90 લાખથી એક કરોડ રૂપિયા ખર્ચવા પડશે, જે કોઈપણ મધ્યમ વર્ગના પરિવાર માટે શક્ય નથી. યુક્રેન ભારતના હજારો વિદ્યાર્થીઓને આ તક આપે છે કે તે ડૉક્ટર બનવાનું પોતાનું સપનું પૂરું કરી શકે છે અને તે પણ અહીંની સરખામણીમાં અડધા કરતાં પણ ઓછા ખર્ચમાં. યુક્રેનમાં માત્ર ભારત જ નહીં, વિશ્વના અન્ય ઘણા દેશોના વિદ્યાર્થીઓ પણ ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવે છે.

Shah Jina