ખબર જીવનશૈલી વૈવાહિક-જીવન

શું તમે જાણો છો? સુહાગરાતે પતિને કેમ પીવડાવવામાં આવે છે દૂધનો ગ્લાસ? કુંવારા લોકોએ ખાસ જાણવા જેવું

આ રહ્યું તેનું વૈજ્ઞાનિક કારણ, જાણીને મજા આવી જશે: સુહાગરાત એક એવી રાત્રી છે જેના વિશે વિચારતા જ દરેકના ચહેરા ઉપર એક અલગ જ ખુશી આવી જાય, લગ્નની પહેલી રાત્રિને સુહાગરાત તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોના લગ્ન નથી થયા તે લોકો માટે પણ આ એક ઉત્સાહનો દિવસ હોય છે, કુંવારા લોકો પણ આ રાત્રીની પ્રતીક્ષા કરતા હોય છે. જેના જીવનમાંથી આ રાત્રી વીતી ગઈ છે તેના મોઢે પણ સુહાગરાત સાંભળતા જ એક મીઠું સ્મિત ફરી વળે છે.

Image Source

ઘણી ફિલ્મોમાં અને ટીવી સિરિયલોમાં આપણે જોયુ છે કે લગ્નની પહેલી રાત્રે પત્ની પોતાના પતિને દૂધનો ગ્લાસ આપે છે અને ત્યાર બાદ બંને વચ્ચે એક નવા જીવનની શરૂઆત થઈ જાય છે. પરંતુ ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે આ દૂધનો ગ્લાસ શું કામ આપવામાં આવતો હશે? કુંવારા લોકો ખાસ આ વાત જાણવા માટે ઉત્સુક આવતા હોય છે. આજે તમારી એ ઉત્સુકતાનો અંત અમે લાવીશું, આજે અમે તમને દૂધના ગ્લાસ પાછળ રહેલું એ રહસ્ય ઉજાગર કરીશું. લગ્નની પહેલી રાત્રે દૂધનો ગ્લાસ આપવો એક રિવાજ તરીકે માનવામાં આવતું તેની પાછળનું કારણ પણ જાણવા જેવું છે. પહેલા જયારે લગ્ન થતા ત્યારે છોકરો કે છોકરી એકબીજાને ભાગ્યે જ મળતા એકબીજાના ચહેરા પણ લગ્નના દિવસે જ જોવા મળતા ત્યારે વાત કરવાની અને સ્પર્શ કરવાની વાત જ દૂર રહી. આ સમયે જયારે લગ્ન બાદ પહેલીરાત્રે પરણિત છોકરો પોતાની પત્નીને પહેલીવાર જોઈને તેની સાથે આગળ કેવી રીતે વધવું તેના માટે ચિંતિત હોય છે. ત્યારે તેની પત્ની દૂધનો ગ્લાસ આપીને પહેલ કરે છે. અને બંને વચ્ચે ગરમાહટ ઉભી થાય છે.

Image Source

પત્ની દ્વારા આપવામાં આવતા એ દૂધની અંદર હળદર, બદામ, મરી, કેસર જેવી વસ્તુઓનું મિશ્રણ કરવામાં આવે છે અને જે પીધા પછી પતિની નર્વસનેસ દૂર થાય છે. તેનામાં આંતિરક તાકાત આવે છે અને તેના કારણે તે પોતાની પત્ની સમક્ષ ખુલી શકે છે. કારણ કે ભારતીય પરિવારોમાં છોકરીઓ ખુબ જ શરમાળ હોય છે જેના કારણે પહેલ હંમેશા છોકરાં દ્વારા જ કરવામાં આવે છે માટે આ દૂધનો ગ્લાસ લગ્ન કરનાર છોકરો જ પીવે છે. ભારતીય લગ્નોનો વિધિ પણ ખુબ જ થકવી દે તેવો હોય છે. લગ્નનો દિવસ તો એક જ હોય છે પરંતુ તેની તૈયારીથી લઈને લગ્ન પૂર્ણ થવા સુધી ઘણા કામ હોય છે જેના કારણે વરરાજાના લગ્નની પહેલી રાત્રીને ખાસ બનાવવા માટે અને તેનો થાક ઉતારવા માટે પણ દૂધ આપતા હોવાનું માનવામાં આવે છે. કારણ કે દૂધની અંદર કેસર, મરી, વલીયારી, હળદર હોવાના કારણે તે શારીરિક અને માનિસક થાક પણ હળવો કરે છે.

Image Source

દૂધ આપવા પાછળ એમ પણ માનવામાં આવે છે કે આ દૂધ પીવાથી લગ્ન થયેલા વ્યક્તિની શારીરિક સુખ ભોગવવાની ઇચ્છામાં વધારો થાય છે. દૂધમાં રહેલા મિશ્રણના કારણે તે પોતાની પત્ની સાથે વધુ સારી રીતે શારીરિક સંબંધ બાંધી શકે છે. કેસર અને બદામની સુગંધ બંને વ્યક્તિ વચ્ચે રોમાન્સનું કારણ પણ બનતું હોય છે જેના કારણે લગ્નની પહેલી રાત્રે દૂધ આપવામાં આવતું હોય છે.