આરોપીને કાળું કપડું ઓઢાડીને જ શા કારણે કોર્ટમાં લાવવામાં આવે છે ? તેની પાછળનું કારણે હેરાન કરી દેનારું છે, જાણો
આપણે ઘણા સમાચારમાં જોયું હશે કે જયારે ચોરને કોર્ટમાં લઇ જવામાં આવતા હોય છે કે તેમની તસ્વીરો લેવામાં આવે છે ત્યારે તેમના મોઢા છુપાવેલા હોય છે, અથવા તો તેમના મોઢા ઉપર કાળા રંગનું કપડું પણ નાખવામાં આવે છે, ત્યારે એમને જોઈને આપણા મનમાં એક સવાલ ચોક્કસથી થાય કે આખરે શા કારણે ચોરના મોઢા ઉપર કાળું કપડું રાખવામાં આવતું હશે ? (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
ઘણા લોકોને તેની પાછળનું કારણ ખબર નહીં હોય, તો ઘણા લોકોના મનમાં એમ પણ થતું હશે કે આખરે શા કારણે અપરાધીઓનો ચહેરો છુપાવવો પડતો હોય છે ? ત્યારે તમારા મનમાં ઉઠી રહેલા આ સવાલોના જવાબ આજે અમે તમને આપીશું, જે જાણીને તમે પણ હેરાન રહી જશો કે આખરે ચોરને શા કારણે કાળું કપડું ઓઢાડવામાં આવે છે.
તો તમને જણાવી દઈએ કે કોર્ટ લઇ જતી વખતે આરોપીનો ચહેરો ઢાંકવા પાછળ પણ મોટું કારણ છે. હકીકતમાં કોઈપણ આરોપીનો ચહેરો ત્યાં સુધી સામે ના આવવો જોઈએ જ્યાં સુધી તેના ઉપર લાગેલો આરોપ સાબિત નથી થઇ જતો. કારણ કે એમ પણ બની શકે છે કે તે અપરાધી ના પણ હોય અને તેના ઉપર ખોટા પણ આરોપ લાગ્યા હોય.
એવામાં જો તે વ્યક્તિનો ચહેરો પબ્લિકમાં જાહેર થઇ જાય છે અને તેને જોઈ અપરાધ ના કર્યો હોય તો તેનું જીવન બરબાદ થઇ જાય છે. તમને એ પણ જણાવી દઈએ કે જ્યાં સુધી કોર્ટ કોઈપણ વ્યક્તિને અપરાધી જાહેર નથી કરતા ત્યાં સુધી તે અપરાધી નથી હોતો. જેના કારણે ત્યાં સુધી તેવ્યક્તિને અપરાધી ના સમજવામાં આવે અને આરોપને લઈને તેની બદનામી ના થાય. આજ કારણે છે કે અપરાધીનો ચહેરો કોર્ટ લઇ જતા સમયે ઢાંકેલો રાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે કોર્ટના ઘણા મામલાઓને મીડિયા કવરેજ પણ કરે છે. એવામાં આરોપીઓની તસવીરો અને વીડિયો પણ પબ્લિકમાં આવી જાય છે. પરંતુ મોઢા ઉપર કપડું ઢાંકેલું હોવાના કારણે આરોપીની બદનામી નથી થતી.