મંદિરોમાં ક્યારથી શરૂ થઈ હતી ઘંટ વગાડવાની શરૂઆત
સામાન્ય રીતે પૂજાના સમયે વગાડવામાં આવતો ઘંટ બહુ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે તે પૂજાના સમયે ઘંટ વગાડવામાં ન આવે તો તે પૂજા અધૂરી રહે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે. પૂજા સમયે ઘંટ વગાડવાથી મંદિરમાં રહેલી મૂર્તિમાં ચેતના જાગૃત થાય છે. આ બધી માન્યતાઓમાં રહેલી સત્યતા તપાસવા માટે આપણે ઘણા તથ્યો પર વિચાર કરવો પડશે. જો કે વિજ્ઞાન પણ ઘંટ વગાડવાથી થતા ફાયદા વિશે સહમતિ આપે છે.
એવી માન્યતા છે કે ઘંટ અને ઝાલર વગાડીને પૂજા અને આરાધના કરવી વધુ ફળદાયી અને પ્રભાવશાળી હોય છે. એવું કહેવામાં આવે છે આનાથી પોઝિટવિ ઉર્જાનો પ્રચાર થાય છે અને નેગેટિવ ઉર્જા સમાપ્ત થાય છે. એવું પણ કહેવાય છે કે જ્યારે તમારૂ મન અશાંત હોય ત્યારે ઘંટનો અવાજ સાંભળવામાં આવે તો મન શાંત થાય છે.
આમ તો ઘંટ અને ઝાલર વગાડવાની પરંપરા સેંકડો વર્ષ જૂની છે. હિન્દુ ધર્મમાં પૂરાતન કાળથી મંદિરોમાં ઘંટ અને ઝાલર વગાડવાની પરંપરા ચાલી આવે છે. એવી માન્યતા છે કે તેની શરૂઆત પ્રાચીન કાળમાં ભારતીય ઋષિ મુનિઓએ કરી હતી. હિન્દુ પરંપરાની સાથે બૌદ્ધ અને ઈસાઈ ધર્મમાં પણ ઘંટ વગાડવાની પરંપરા છે. ત્યાં બૌદ્ધ સ્તુપોમાં પણ ઘંટ વગાડવામાં આવે છે, આ ઉપરાંત ચર્ચમાં પણ ઘંટ વગાડવામાં આવે છે.
ઘરમાં મંદિર હોય કે જાહેર સ્થળે હોય બધી જગ્યાએ તમને ઘંટ તો જોવા મળશે જ. તેની પાછળ ધાર્મિક કારણ તો છે જ પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જ્યારે ઘંટ વગાડવામાં આવે છે ત્યારે વાતાવરણમાં ધ્રુજારી પેદા થાય છે, જે વાયુમંડળના કારણે બહુ દૂર સુધી જાય છે. આ ધ્રુજારીનો ફાયદો એ છે કે, આ ક્ષેત્રમાં આવનાર તમામ જીવાણું,વિષાણું અને સુક્ષ્મ જીવ વગેરે નાશ પામે છે, જેનાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થઈ જાય છે.
આ જ કારણ છે કે જે જગ્યાએ ઘંટ વગાડવાનો અવાજ નિયમિત આવે છે ત્યાનું વાતાવરણ હંમેશા શુદ્ધ અને પવિત્ર કરહે છે. આ જ કારણે લોકો પોતાના દરવાજા અને બારીઓ પર પણ વિંડ ચાઈમ્સ લગાવે છે, જેથી તેના અવાજથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય.
ઘંટનો અવાજ પવિત્ર અને મનને સુખ અને શાંતિ આપનાર હોય છે. આજ રીતે પૂજા કે આરતી સમયે વગાડવામાં આવતી ઝાલરનો અવાજ બહુ પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘંટના મધુર અવાજથી મનુષ્યની આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે અને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.