ખબર

શા માટે સ્મશાનમાંથી આવીને કરવામાં આવે છે સ્નાન? કારણ દરેક વ્યક્તિએ જાણવા જેવું છે

અગ્નિસંસ્કાર પછી તરત જ કરવું જોઇએ સ્નાન, નહીંતર થશે આટલાં નુકસાન

હિન્દૂ ધર્મમાં કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ તેને બાળવામાં આવે છે. તેની સ્મશાનયાત્રા નીકળે છે તેમાં લોકો જોડાતા હોય છે, એવું માનવામાં આવે છે કે કોઈની સ્મશાનયાત્રામાં જવાથી પુણ્ય પણ મળે છે. જેના લીધી વધુ લોકો મરનાર વ્યક્તિની સ્મશાનયાત્રામાં જોડાય છે.

વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે સ્મશાનયાત્રામાં ગયા બાદ ઘરે આવી કોઈ વસ્તુને આપણે અડકી શકતા નથી, આપણા કપડાને પણ નહિ અને જે કપડાં આપણે પહેરીને ગયા હોય તેને પણ પલાળી દેવામાં આવે છે. આપણે પણ સ્નાન કરતા હોઈએ છીએ. આપણા પુર્વજોથી આ પરંપરા ચાલી આવી છે અને આજે પણ આપણે તેને અનુસરીએ છીએ. પરંતુ તેની પાછળ રહેલા કારણો બહુ ઓછા લોકો જાણતા હશે. મોટાભાગે આપણે એવું માનીએ છીએ કે શબને અડ્યા બાદ આપણું શરીર અપવિત્ર થઇ જાય છે જેના કારણે આપણે નહાવું જોઈએ. સ્મશાનમાં ના પણ જઈએ અને માત્ર શબની નજીક ગયા હોઈએ તો પણ આપણે નાહી લઈએ છીએ. કારણ કે શબને અડ્યા બાદ કે શબને અડેલ કોઈ વ્યક્તિને પણ અડી ગયા બાદ આપણે અપવિત્ર થઇ ગયા હોઈએ એવું માનવામાં આવે છે.

પરંતુ તેની પાછળ માત્ર આપણે અપવિત્ર જ થઈએ છીએ એવું નથી હોતું. આ કારણ તો આપણને આપણા શાસ્ત્રોએ શીખવ્યું છે. શાસ્ત્રો અને ધાર્મિક માન્યતા અનુસાર સ્મશાનયાત્રામાં ગયા બાદ કે શબને સ્પર્શ્યા બાદ આપણે અપવિત્ર બની જઈએ છીએ જેના કારણે આપણે ભગવાનના મંદિરમાં કે ઘરની કોઈ વસ્તુને અડીને તેને પણ અપિવત્ર કરીએ છીએ માટે આ ક્રિયા કર્યા બાદ સૌ પ્રથમ નાહીને પોતાના શરીરને શુદ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ જ આપણે વસ્તુનો સ્પર્શ કરી શકીએ છીએ.

પરંતુ વિજ્ઞાનની રીતે જોવા જઈએ તો સ્મશાનમાંથી આવી નાહવા પાછળના બીજા પણ કારણો રહેલા છે. શબને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે ત્યારે તેની અંદર રહેલા કેટલાક સૂક્ષ્મ કીટાણુઓ જે નરી આંખે પણ નથી જોઈ શકાતા એ કીટાણુઓ આસપાસ રહેલા વ્યક્તિના શરીરને પણ સ્પર્શે છે અને જેના કારણે કેટલીક બીમારીનો ભોગ પણ તમે થઇ શકે છે. આ કીટાણુઓ તમારા કપડાં, વાળ તેમજ શરીરના ખુલ્લા ભાગ ઉપર ચોંટી જાય છે જેના કારણે ઘરે આવીને પહેલા જ સ્નાન કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જો મૃત વ્યક્તિ કોઈ રોગથી પીડાઈ રહ્યો હોય અથવા તો તેને શરીરનો કોઈ રોગ થયો હોય તો મૃત્યુબાદ તેનું શરીર નિર્જીવ બની જાય છે અને તેનામાં રોગ પ્રતિકારક શક્તિ પણ નાશ પામે છે જેના કારણે તે રોગોના કીટાણુ પણ મૃત્યુ બાદ તે શરીર છોડીને બહાર નીકળતા હોય છે જેના કારણે આસપાસ ઉભેલા વ્યક્તિને પણ તે સ્પર્શ્યા હોવાનું માનવામાં આવે છે આ કીટાણુઓ પણ નરી આંખે જોઈ શકાતા નથી જેના કારણે કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ તેની આસપાસ રહેલા વ્યક્તિઓ અને જે વ્યક્તિએ મૃતદેહને સ્પર્શ કર્યો હોય તેવા વ્યક્તિઓને ઘરે આવીને સ્નાન કરવું જરૂરી હોય છે.

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે સ્મશાનમાં મૃતદેહ બાળતી વખતે નકારાત્મક ઉર્જા પણ પ્રવેશતી હોય છે. મૃત્યુ હંમેશા દુઃખદ હોય છે અને આ સમયે કેટલીક નકારાત્મક શક્તિઓનો વાસ પણ આ જગ્યાએ થતો હોય છે જેના કારણે પણ શાસ્ત્રો મૃત્યુ બાદ સ્નાન કરવાની સલાહ આપતા હોય છે. આ બધા કારણોને લઈને મૃતદેહના અંતિમસંસ્કાર બાદ, મૃતદેહની આસપાસ રહેલા લોકો ઘરે આવી સૌ પ્રથમ સ્નાન કરતા હોય છે.