જાણો બાળક જન્મતાની સાથે જ કેમ રડે છે ? ચોક્કસથી તમે પણ આ નહિ જ જાણતા હોવ

બાળકને પેદા કરતા જ કેમ રોવડાવે છે ડોક્ટર્સ ? કદાચ તમે નહિ જાણતા હોવ

દુનિયાના દરેક કપલનું એક દિવસ માતા-પિતા બનવાનું સપનું હોય છે. માતા પોતાના બાળકને નવ મહિના સુધી પોતાના ગર્ભમાં રાખે છે. માતાના ગર્ભમાં બાળક હાથ-પગ મારે છે, હસે છે અને રડે છે. દરેક માતા-પિતા બાળકના રડવાની રાહ જુએ છે. પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે બાળક માતાના ગર્ભમાંથી બહાર આવતાની સાથે જ રડવા લાગે છે. જો આવું ન થાય તો ડોક્ટરો તેને જાણી જોઇને રડાવે છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવું કેમ ?

આખરે, બાળકને દુનિયામાં આવતાની સાથે જ સૌથી પહેલા કેમ રડાવવામાં આવે છે? માતાપિતા હંમેશા તેમના બાળકને હસતા જોવા માંગે છે. પણ એવું શું કારણ છે કે બાળક સંસારમાં આવતા જ તેને રડાવવાના પ્રયત્નો કરવામાં આવે છે ? જો તમે આજ સુધી માનતા હતા કે આનું કોઈ ખાસ કારણ નથી, તો તમે ખોટા છો. બાળકને દુનિયામાં લાવવાની સાથે જ રડાવવું ખૂબ જ જરૂરી છે. જો આવું ન થાય તો બાળકના ભવિષ્ય માટે સારું નથી.

બાળક ગર્ભમાંથી બહાર આવે કે તરત જ રડવું ખૂબ જ સારું માનવામાં આવે છે. જો બાળક દુનિયામાં આવતાની સાથે જ રડવા લાગે તો તે સ્વસ્થ પ્રજનન ક્ષમતાની નિશાની માનવામાં આવે છે. બાળક માટે રડવાના ઘણા ફાયદા છે. બાળકનો જન્મ થતાં જ તેના ફેફસાંમાં ઓક્સિજન પહોંચે છે, જે તેને જીવનભર શ્વાસ લેવામાં મદદ કરે છે. તેથી જ બાળકનું રડવું ખૂબ જ જરૂરી છે. કુદરતે દરેક વસ્તુની એવી વ્યવસ્થા બનાવી છે કે બાળકો જન્મ્યા પછી પોતાની મેળે જ રડવા લાગે છે.

જ્યારે બાળક માતાના ગર્ભમાં ઉછરતું હોય છે, ત્યારે તેને અંદરથી જરૂરી બધી વસ્તુઓ માતા દ્વારા જ મળે છે. પછી તે ખોરાક હોય કે ઓક્સિજન. પરંતુ બહાર આવતા જ શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. જેને કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એટલા જ માટે બાળક રડવા લાગે છે. પરંતુ ઘણી વખત એવું થતું નથી. જે પછી ડૉક્ટર અથવા નર્સ તેને ગાલ અથવા પીઠ પર હળવા હાથ ઘસી તેને રડાવે છે જેથી તેના ફેફસાંમાં ઓક્સિજન પહોંચે.

Shah Jina