મનોરંજન

વર્ષો પછી વિવાહની અભિનેત્રીનું દર્દ બહાર આવ્યું, કહ્યું આ કારણથી બોલીવુડમાંથી કાઢી મુકેલી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જે ખુબ જ ટૂંકા સમયમાં ઘણી નામના મેળવી ગયા, તે છતાં પણ તેઓ આજે બોલીવુડથી દૂર થઇ ગયા છે. એવી જ એક અભિનેત્રી છે અમૃતા રાવ. જેને પોતાના ટૂંકા કેરિયરમાં હિટ ફિલ્મો આપી અને ચાહકોની દુનિયામાં એક આગવું નામ ધરાવ્યું હતું.

Image Source

પરંતુ આજે અમૃતા ફિલ્મોથી દૂર થઇ ગઈ છે. તેની પાછળનું કારણ પણ અમૃતાએ પોતે જ જણાવ્યું હતું. અમૃતાએ પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 2002માં અલીશા ચિનોયના એક આલ્બમ સોન્ગ “વો પ્યાર મેરા” દ્વારા કરી હતી.

Image Source

એ વિડીયો બાદ અમૃતાને 2002માં જ ફિલ્મ “અબ કે બરસ”માં કામ મળ્યું અને તેને બોલીવુડમાં એન્ટ્રી કરી દીધી. આ ફિલ્મ તો બોક્સ ઓફિસ ઉપર હિટ સાબિત ના થઇ શકી પરંતુ દર્શકોના દિલમાં અમૃતાનો અભિનય ખુબ જ અસર કરી ગયો.

Image Source

આ ફિલ્મ પછી અમૃતા “ઇશ્ક વિશ્ક”માં નજર આવી. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂર હતો. જેમાં બનેંના અભિનયને ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જ “રાજશ્રી” બેનર હેઠળ તે બંનેની જોડીને ફિલ્મ “વિવાહ”માં કામ મળી ગયું. જે બોક્સ ઓફિસ ઉપર તો ખુબ જ સફળ રહી સાથે દર્શકોના દિલમાં પણ એક પારિવારિક ફિલ્મ તરીકે નામના મેળવી ગઈ.

Image Source

આ ઉપરાંત અમૃતાએ “મેં હું ના, સત્યાગ્રહ, મસ્તી, વાહ લાઈફ હો તો એસી, પ્યારે મોહન, વેલકમ ટુ સજ્જનપુર, વિક્ટ્રી, લાઈફ પાર્ટનર, જોલી એલએલબી, સિંહ સાહેબ ઘી ગ્રેટ, શૌર્ય” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અને દરેક ફિલ્મમાં તેના અભિનયને ખુબ જ પસંદ પણ કરવામાં આવતો હતો. ધીમે ધીમે શ્ર્રેષ્ઠ અભિનેત્રીઓમાં નામના મેળવી રહી હતી. પરંતુ અચાનક જ અમૃતાએ ફિલ્મ દુનિયા છોડી દેવાનો નિર્ણય કરી લીધો. અને લગ્ન કરવા માટે વિચારી લીધું.

Image Source

અમૃતાનું માનીએ તો એ દિવસોમાં ફિલ્મમાં તેને બોલ્ડ સીન અને કિસિંગ સીન ખુબ જ ઓફર થઇ રહ્યા હતા, તે જે પ્રકારે પાત્રોમાં અભિનય કરવા માંગતી હતી તે નહોતા લખાઈ રહ્યા. તેવામાં તેને પોતાના દિલનું સાંભળ્યું અને ફિલ્મોમાંથી એક લાંબો બ્રેક લઇ લીધો.

Image Source

અમૃતાએ ફિલ્મોમાંથી બ્રેક લઈને લગ્ન પણ કરી લીધા અને પોતાનું જીવન ખુશીઓથી વિતાવવા લાગી. પરંતુ તેને ફરી પાછું ઇન્ડસ્ટ્રીમાં આવવાનું મન બનાવી લીધું.

Image Source

ફિલ્મ “ઠાકરે” દ્વારા ફરી એકવાર તે ફિલ્મી પડદા ઉપર નજર આવી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી બાલ ઠાકરેના પાત્રમાં હતા. તો અમૃતા આ ફિલ્મમાં બાલ ઠાકરેની પત્નીના કિરદારમાં જોવા મળી રહી છે.