સદીના મહાનાયક અમિતાભ બચ્ચન મોટાભાગે પોતાની દરિયાદિલી અને ફિલ્મોને લીધે છવાયેલા રહે છે. એવામાં હાલ અમિતાભજી પોતાનો શો ‘કૌન બનેગા કરોડપતિ-11’ ને લીધે ચર્ચામાં બનેલા રહે છે. શો ના દરમિયાન આવનારા ખેલાડીઓ પોતાના વ્યક્તિગત જીવનની વાત બિગ બી ને જણાવે છે.
એવામાં ઘણીવાર અમિતાભજી પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો પણ જણાવતા જોવા મળે છે. એવામાં તાજેતરમાં જ કેબીસીના મંચ પર અમિતાભે જાતે જ પોતાની અને પત્ની જયાં બચ્ચન સાથે જોડાયેલી વાત શેર કરી છે. અમિતાભજીએ કહ્યું કે લગ્નના 46 વર્ષ થઇ ગયા હોવા છતાં પણ આજે પણ જયાં બચ્ચન તેને એક વાતને લઈને ખીજાતા રહે છે.
શો માં અમિતાભજીની સામે હોટ સીટ પર પતિ-પત્નીની જોડી બેઠેલી હતી. જેમાં બિગ બી એ પતિ આસિમને પૂછ્યું કે તમારા લગ્નના કેટલા વર્ષ થયા છે? તો જવાબમાં આસિમે કહ્યું કે-”સાઢા પાંચ વર્ષ”. એવામાં બિગ બીએ તરતજ પોતાના લગ્નની તારીખ યાદ કરીને તેઓને એક સલાહ આપી દીધી.
જેના પછી અમિતાભજીએ પોતાના જીવન સાથે જોડાયેલો એક કિસ્સો જણાવતા કહ્યું કે જો તે પોતાના લગ્નની તારીખ ભૂલી જાય તો પત્ની જયા બચ્ચન તેને ખુબ ખીજાય છે”.
આ સિવાય આ સીઝનમાં અમિતાભજીએ પોતાની સંપત્તિને લઈને પણ કહ્યું હતું કે પોતાની સંપત્તિ પર માત્ર અભિષેકનો જ અધિકાર નથી પણ તે પોતાની સંપત્તિ દીકરી શ્વેતા અને અભિષેકમાં એક સમાન જ ભાગ કરશે.
વર્ક ફ્રન્ટની વાત કરીયે તો અમિતાભજી પોતાની આગળની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ મુખ્ય કિરદારમાં જોવા મળશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.