મનોરંજન

આખરે શા માટે અભિષેકે કર્યા હતા 3 વર્ષ મોટી ઐશ્વર્યા સાથે લગ્ન, કારણ સુંદરતા નહિ કશું જુદું જ

એવું કહેવાય છે કે પ્રેમ ઉંમર, જાતપાત નથી જોતો, જયારે થઇ જાય છે ત્યારે થઇ જાય છે. ન પ્રેમમાં પડવાની કોઈ ઉંમર હોય છે કે ન તો પ્રેમ કરવા માટે બીજી વ્યક્તિની ઉંમર દેખાય છે. એવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા જ હશે કે જેમાં એકબીજાને પ્રેમ કરતા લોકો વચ્ચે ઉંમરનો ઘણો મોટો તફાવત હોય છે, કે યુવક કરતા યુવતીની ઉંમર વધારે હોય છે. તેમ છતાં તેઓ એકબીજાને પ્રેમ કરતા રહે છે અને આજીવન એકબીજાનો સાથ નિભાવવાનું વચન પણ પૂરું કરતા હોય છે.

Image Source

ત્યારે આવા જ એક બોલીવૂડના કપલ વિશે વાત કરીએ કે જેમાં ઉંમરનો તફાવત હોવા છતાં સારો પ્રેમ છે. અહીં વાત કરી રહયા છીએ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વિશે. અભિષેક બચ્ચન કરતા ઐશ્વર્યા રાય બચ્ચન 3 વર્ષ મોટી છે છતાં તેની સાથે લગ્ન કર્યા.

Image Source

ઐશ્વર્યા રાયે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેમની રોકા સેરેમની અચાનક જ થઇ ગઈ હતી. એ પણ એવા સમયે કે એને ખબર પણ ન હતી કે રોકા સેરેમની હોય છે.

Image Source

તો બીજી તરફ એક ઇન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચને ખુલાસો કર્યો હતો કે આખરે તેને પોતાના કરતા ત્રણ વર્ષ મોટી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કેમ કર્યા? સૌથી મોટી વાત તો એ છે કે તેમના લગ્નનું કારણ ઐશ્વર્યાની સુંદરતા ન હતી કે ન એ મોટી અભિનેત્રી છે એ કારણ હતું.

Image Source

અભિષેક બચ્ચને જાતે જ એક ઇન્ટરવ્યૂ દરમ્યાન ઐશ્વર્યા સાથે લગ્નનું કારણ જણાવ્યું હતું. અભિષેકે કહ્યું હતું કે મેં ઐશ્વર્યા સાથે લગ્ન માટે એટલા માટે જ કર્યા કે એ એક સારી વ્યક્તિ છે.

Image Source

એ કારણે નહિ કે એ એક સફળ અભિનેત્રી છે કે ભારતીય સિનેમાનો આંતરરાષ્ટ્રીય ચહેરો છે. એ ચહેરો કે રાતે મેકઅપ વિના દેખાય છે, મેં એ જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.

Image Source

જણાવી દઈએ કે 20 એપ્રિલ 2007ના રોજ અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન થયા હતા. હવે બંનેની એક દીકરી આરાધ્યા પણ છે જે 8 વર્ષની થઇ ચુકી છે.

Image Source

આ સિવાય એ પણ જણાવી દઈએ કે ઐશ્વર્યા પહેલા અભિષેક બચ્ચને કરિશ્મા કપૂર સાથે સગાઇ કરી હતી. પણ કોઈ કારણોસર બંનેની સગાઇ તૂટી ગઈ હતી. જયારે ઐશ્વર્યાનું સલમાન ખાન સાથેનું અફેર ખૂબ જ ચર્ચાયું હતું અને એમના બ્રેકઅપ પછી તેનું નામ વિવેક ઓબેરોય સાથે પણ જોડાયું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.