આજે દરેકના ખિસ્સામાં ગાંધીજીના ફોટા વાળી એક નોટ તો મળી જ જાય, હવે તો આપણે ગાંધીજીના ફોટા વાળી નોટથી ટેવાઈ જ ગયા છીએ, તેમના બદલે બીજા કોઈનો ફોટો આવે તો આપણે તે નોટને નકલી જ માની લઈએ, પરંતુ ગાંધીજી પહેલા આ ચલણી નોટો ઉપર કોનો ફોટો હશે? એ પ્રશ્ન દરેક વ્યક્તિના મનમાં એકવાર તો જરૂર ઉઠ્યો જ હશે. તો આજે અમે તમને ગાંધીજી પહેલા ચલણી નોટો કેવી હતી અને તેના ઉપર કોનો ફોટો હતો તે જણાવવા જઈ રહ્યા છીએ. આ માહિતી પણ તમને ખુબ જ ઉપયોગી થશે.

ગોવા ધરાવતું હતું પોતાનું આગવું ચલણ:
પોર્ટુગીઝ જયારે 1510માં ભારતમાં આવ્યા ત્યારે તેમને પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. ગોવાની અંદર જ તેમને સૌ પ્રથમ પોતાનું ચલણ શરૂ કર્યું હતું. આ ચલણી નોટોનું નામ ઈસ્કૂડો હતું. આઝાદી પછી પણ પોર્ટુગીઝનું શાસન ભારતમાં હતું જેના કારણે આ નોટો ઉપર પોર્ટુગલના રાજા જ્યોર્જ દ્વિતીયનો ફોટો જોવા મળતો હતો.

હૈદરાબાદમાં પણ ત્યાંના નિઝામ દ્વારા અલગ ચલણ આવ્યું અમલમાં:
વર્ષ 1917-18માં હૈદરાબાદના નિઝામેં પણ હૈદરાબાદમાં પોતાની અલગ ચલણી નોટો બહાર પાડી હતી. આ નોટો ઉપર હૈદરાબાદના કેટલાક પ્રખ્યાત જગ્યાના દૃશ્યો પણ છાપવામાં આવતા તો કેટલીક નોટો ઉપર સિક્કાના ચિન્હ પણ બનાવવામાં આવતા હતા.

આરબીઆઇ દ્વારા પ્રથમ નોટ ઉપર તેના ગવર્નરનો ફોટો છપાયો:
ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના બાદ 1938માં આરબીઆઇ દ્વારા સૌ પ્રથમ 5 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. જેના ઉપર જ્યોર્જ VI નો ફોટો છાપવામાં આવ્યો હતો. ત્યારબાદ 1938ના ફેબ્રુઆરી માસમાં 10 રૂપિયા, માર્ચમાં 100 રૂપિયા અને 1000 રૂપિયા તેમજ જૂનમાં 10 હજાર રૂપિયાની ચલણી નોટો પણ બહાર પાડવામાં આવી હતી.

ભારતના આઝાદી બાદનું ચલણ:
ભારત જયારે સંપૂર્ણ રીતે આઝાદ થઈ ગયું ત્યારે પોતાના પહેલા ચલણ રૂપે 1949માં જ્યોર્જ VIનો ફોટો કાઢી નાખીને આપણું રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્થંભનો ફોટો ચલણી નાણાં ઉપર છાપવામાં આવ્યો હતો.

ત્યારબાદ સર્વ સંમતિથી ગાંધીજીનો ફોટો ચલણી નાણાં ઉપર છાપવામાં આવ્યો અને ત્યારથી લઈને આજ સુધી ગાંધીજીના ફોટા સાથેનું જ ચલણ આપણા ભારતમાં અમલમાં આવ્યું છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.