એક-બે નહિ પરંતુ અહીંયા તો ઢગલાબંધ “પુષ્પા” આવી ગયા, આખું ગામ વરઘોડો જોઈને મજા લૂંટવા લાગ્યું

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં રોજ લાખો વીડિયો વાયરલ થઇ જતા હોય છે, ઘન એવા વીડિયો હોય છે જેને લોકો પણ વારંવાર જોવાનું પસંદ કરતા હોય છે. તો ઘણા વીડિયો પેટ પકડીને હસાવતા પણ હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેને યુઝર્સ વારંવાર જોઈને પેટ પકડીને હસી પણ રહ્યા છે.

છેલ્લા થોડા દિવસની અંદર આપણા દેશમાં ફિલ્મ “પુષ્પા”નો નશો છવાયેલો જોવા મળ્યો હતો, હજુ પણ પુષ્પા ફિલ્મના ગીતો અને એક્શન સીન ઉપર ઘણા લોકો વીડિયો બનાવી રહ્યા છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પુષ્પા ફિલ્મનો નશો એક બે વ્યક્તિ ઉપર નહિ પરંતુ વરઘોડામાં નાચી રહેલા બધા જ જાનૈયા ઉપર ચઢેલો જોવા મળી રહ્યો છે.

તમે સોશિયલ મીડિયા પર ‘તેરી ઝલક અશરફી’ ગીતના ઘણા વર્ઝન જોયા હશે, પરંતુ આ વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે ‘આ શું થઈ રહ્યું છે ભાઈ!” વીડિયોમાં તમે જોઈ શકો છો કે શ્રીવલ્લી ગીત વાગતાની સાથે જ તમામ જાનૈયાઓ વાંકાચૂકા ચાલવા લાગે છે. ફક્ત એટલું જ નહિ તેમને આ ગીત ઉપર નાચતા જોઈને આખું ગામ હેરાન રહી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકોને આ વીડિયોમાં “હોલસેલમાં પુષ્પા” જોવાનો ખુબ જ આનંદ આવી રહ્યો છે, તો ઘણા લોકો હસવાના ઈમોજી સાથે કોમેન્ટની ભરમાર લગાવી રહ્યા છે.

Niraj Patel