WHO એ ફરી દુનિયાને ડરાવી દીધી, કોરોનાને લઈને ફરી એવી વાત કહી કે જ્યાં કેસ ઘટ્યા ત્યાં

0

કોરોના વાયરસનો ખતરો આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે ત્યારે ઘણા પરિસ્થિતિ થોડી સુધરવા પણ લાગી છે,  પહેલાની સરખામણીમાં હવે કેસોની સંખ્યા ઘટવા પણ લાગી ત્યારે આ દેશો થોડોક હાશકારો અનુભવ્યો છે, પરંતુ WHO દ્વારા હવે જે દેશોમાં કેસોની સંખ્યા ઘટી રહી છે તેમને ચેતવણી આપવામાં આવી છે અને એ દેશોમાં પણ કોરોના વાયરસ ફરી ઉથલો મારી શકે છે તેમ જણાવ્યું છે.

Image Source

WHO દ્વારા બીજા ફેઝની ચેતવણી આપવામાં આવી છે અને તેના સંદર્ભે WHOનું કહેવું છે કે: “જે દેશોમાં સંક્ર્મણ ઓછું થઇ ગયું છે ત્યાં કોરોનાનું બીજું ચરણ પણ જોવા મળી શકે છે, ડબ્લ્યુએચઓનું કહેવું છે કે કોરોના સંક્ર્મણ ઓછું  દેશોમાં લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહ્યું છે. તેના કારણે આ વાયરસ બીજીવાર આવી શકવાની સંભવના બની શકે છે.”

Image Source

WHOના ઇમરજન્સી હેડ ડોક્ટર માઈક રેયાન દ્વારા એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહેવામાં આવ્યું છે, “આ દેખાઈ રહ્યું છે કે ઘણા દેશોમાં કોરોનાના મામલામાં કમી આવી છે પરંતુ સેન્ટ્રલ અને સાઉથ અમેરિકા, સાઉથ એશિયા અને આફ્રિકામાં તેના મામલા વધ્યા છે. મહામારી મોટાભાગે લહેરોની માફક આવે છે. તેનો મતલબ છે કે બની શકે છે જે દેશોમાં કોરોનાના સંક્ર્મણ  કાબુ મેળવી લેવામાં આવ્યો છે ત્યાં ફરીથી ઉભરો આવી શકે છે.”

Image Source

WHO દ્વારા ચેતવણી આપતા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે: “કોરોનાને રોકવાના ઉપયાઓમાં જલ્દી ઢીલ આપવામાં આવી તો બની શકે કે કોરોનાનું બીજું ચરણ પહેલાથી પણ વધારે ઘાતક હોય, રેયાન દ્વારા કહેવામાં આવ્યું કે “આપણે આ તથ્યો ઉપર ધ્યાન આપવાની જરૂર છે કે આ બીમારી કોઈપણ સમયે બીજીવાર ફેલાઈ શકે છે. આપણે એ પ્રકારનું અનુમાન નથી લગાવી શકતા કે જે વિસ્તારોમાં આ બીમારીમાંથી કાબુ મેળવી લેવામાં આવ્યું છે ત્યાં તરત જ કોરોનાનો કહેર જોવા નહીં મળી શકે.”

Image Source

ડો.રેયાન દ્વારા કહેવામાં આવ્યું કે યુરોપ અને ઉત્તરી અમેરિકાને પબ્લિક હેલ્થ, સામાજિક માપદંડ, સર્વિલાન્સ માપદંડ અને ટેસ્ટિંગ ચાલુ રાખવું જોઈએ, અને તેમને સુનિશ્ચિત કરવું પડશે કે કોરોનાનું બીજું ચરણ જલ્દી  ના ફેલાય.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.