ખબર

WHOએ આપી ફરી ચેતવણીઃ આ સંક્રમણ વચ્ચે અનલોકની ઉતાવળ વિશે વિનાશકારી માહિતી આપી- વાંચો

કોરોના વાયરસને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનમાં હવે ઘણા અંશે છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે આ બધાને લઈને WHO દ્વારા એક મોટી ચેતવણી આપવામાં આવી છે. WHOના પ્રમુખે ઝડપથી ખુલી રહેલા  લોકડાઉન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમને આ ઉતાવળને વિશ્વ માટે વિનાશકારી સાબિત થવાની પણ ચેતવણી આપી છે.

Image Source

સોમવારે WHO પ્રમુખ ટેડ્રોસ દ્વારા કહેવામાં આવ્યું કે: “જે દેશ લોકડાઉન ખોલવા માટે ગંભીર છે, તેમણે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે પણ ગંભીરતા દાખવવી પડશે.” ટેડ્રોસના મત પ્રમાણે કોરોના સંક્ર્મણ ઉપર કાબુ અને અનલોકની પ્રક્રિયા અસંભવ છે.

Image Source

WHOના પ્રમુખે આ દરમિયાન વિશ્વના દેશો, સમાજ અને લોકોને ચાર મુદ્દાઓ ઉપર વિશેષ ધ્યાન આપવા માટે જોર આપ્યું છે. જેમાં મોટા કાર્યક્રમોનુ આયોજનથી બચવું, સૌથી અસુરક્ષિત લોકોની કાળજી રાખવી, પોતાની જ કાળજી રાખવી અને સંક્રમિત લોકોની શોધ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેશનમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવ છે.

Image Source

WHO પ્રમુખ ટેડ્રોસના જણાવ્યા પ્રમાણે હાલમાં થયેલા નવા રિસર્ચ પ્રમાણે સામે આવ્યું છે કે 90 ટકા જેટલા દેશોમાં કોરોના મહામારીના કારણે સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રભાવિત થઇ છે. વિશ્વના 105 દેશોમાં ગરીબ અને વિકાસશીલ દેશોમાં કોરોનાની સાચી સ્થિતિ મેળવવા માટે આ રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.