ખબર

આખી દુનિયાને જ્ઞાન દેનાર WHOના ચીફ થયા ક્વોરન્ટાઇન, જાણો સમગ્ર વિગત

દુનિયાના મોટાભાગના દેશો કોરોનાની ચપેટમાં આવી ગયા છે, ત્યારે સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ હવે કોરોના ચપેટમાં આવતા જોવા મળે છે. હાલ મળેલા તાજા સમાચાર પ્રમાણે WHOના પ્રમુખ પણ કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદ પોતે ક્વોરેન્ટાઇન થયા છે .

Image Source

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ (Tedros Adhanom Ghebreyesus) એ માહિતી આપી હતી કે તેઓ કોરોના પોઝિટિવ (Corona Positive) વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને તેમનામાં કોઈ લક્ષણો નથી. છતાં તેઓ સુરક્ષા માટે સેલ્ફ-ક્વૉરન્ટાઈન થયા છે. ટેડ્રોસે આ વાતની જાણકારી ટ્વીટર ઉપર ટ્વીટ કરીને આપી છે.

તેમને આગળ લખ્યું છે કે: “આ જરૂરી છે કે આપણે બધા હેલ્થ ગાઈડલાઇનનું પાલન કરીએ. તેનાથી આપણે કોવિડ-19 ટ્રાન્સમિશનની શૃંખલાને તોડી શકીશું અને સ્વાસ્થ્ય પ્રણાલીઓની રક્ષા કરીશું. WHOના મારા સહકર્મીઓ અને હું જીવ બચાવવા અને કમજોર લોકોની રક્ષા કરવા માટે એકજુટતા સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખીશું.”