ખબર

ચાઈનાની સોડમાં છૂપાઈ ગયેલા WHOને ભારતે આપ્યો મુંહતોડ જવાબ, નહીં ચલાવે હવે મનમાની- જાણો સમગ્ર મામલો

કોરોના વાયરસના ઉદગમથી લઈને આજસુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોર્ન વાયરસ અંગેના અલગ અલગ નિવેદનો આપ્યા છે. અને તે હંમેશા ચીનની તરફેણ કરતું પણ જોવા મળ્યું છે. પરંતુ ભારતે પ્રથમવાર WHOના સૂચનોને નકારી કાઢ્યા છે.

Image Source

કોરોના વાયરસ અંગે દુનિયાભરમાં WHO દ્વારા વિવિધ સૂચનો આપવામાં આવ્યા છે, અને વિશ્વભરમાં તેની બેદરકારીની ચર્ચાઓ પણ થવા લાગી, હતી પરંતુ અત્યાર સુધી આ મામલે ભારત ચૂપ હતું, પરંતુ હવે ભારતે કોરોના વાયરસની સારવાર માટે WHO દ્વારા આપવામાં આવેલા સૂચનોને આપણા દેશના વૈજ્ઞાનિકોએ નકારી દીધા છે.

Image Source

WHO દ્વારા એવી શન્કા વ્યક્ત કરવામાં આવી છે કે કોરોના વાયરસની સારવારમાં હાઈડ્રોકસિકલોરોક્વિનની દવા સુરક્ષિત નથી. ત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કહેવામાં આવ્યું છે કે “ભારતમાં કરવમાં આવેલા અભ્યાસ પ્રમાણે મેલેરિયાની દવા હાઈડ્રોકસિકલોરોક્વિનની કોઈ આડઅસર સામે આવી નથી અને તેનો ઉપયોગ કોરોના વાયરસની સારવારમાં સઘન મેડિકલ દેખરેખ હેઠળ ચાલુ પણ રાખી શકાય છે.”

Image Source

આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે: “કોવિડ-19 એક એવી બીમારી છે જેના વિષની માહિતી ધીમે ધીમે સામે આવી રહી છે અને અમે નથી જાણતા કે કઈ દવા કામ કરી રહી છે અને કી દવા કામ નથી કરી રહી. કેટલીક દવાઓ કોરોના વાયરસના માટે ઉપયોગમાં લેવા માટે સૂચવવામાં આવી રહી છે. પછી તે તેનાથી બચવા માટે પણ હોઈ શકે કે તેની સારવાર માટે પણ હોઈ શકે છે.”

Image Source

અમેરિકા દ્વારા પણ કોરોના વાયરસની સારવાર માટે ભારત પાસેથી હાઈડ્રોકસિકલોરોક્વિન દવાનો મોટો જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને ભારતે પણ અમેરિકાને મદદ કરી હતી. અમેરિકાએ આ દવાને કોરોણ વાયરસમાં સૌથી અસરકાક પણ માની હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે આ દવાના ઉપયોગથી ઘણા લોકો સાજા પણ થઇ રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.