Fact Check ખબર

શું 15 એપ્રિલ પછી ભારતમાં કોરોનાથી 50,000 લોકો રોજ મૃત્યુ પામશે? વાયરલ વીડિયો પર WHOએ આપ્યું આ નિવેદન

શું 15 એપ્રિલ પછી ભારતમાં કોરોનાથી 50,000 લોકો રોજ મૃત્યુ પામશે? જાણો સત્ય

દેશથી લઈને વિદેશમાં પણ કોરોનાનો એકવાર ફરીથી રાફળો ફાટી નીકળ્યો છે. જ્યા એક તરફ કોરોનાની વેક્સિન આપવાની મુહિમ ઝડપી કરી દેવામાં આવી છે, અમુકને રસીનો પહેલો ડોઝ તો અમુકને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે, જ્યા બીજી તરફ લગાતાર લોકો કોરોનથી સંક્રમિત થતા દેખાઈ રહ્યા છે, અને લોકોની મોત પણ થઇ રહી છે.

Image Source

એવામાં દેશભરમાં કોરોનાને લગતા તમામ પ્રકારના સમચાર ફેલાવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે એક નવો દાવો WHOએ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં 15 એપ્રિલ પછી દેશમાં દરેક રોજના 50,000 લોકોની મોત કોરોનાને લીધે થઇ શકે છે. આ ન્યુઝનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે, અને લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે.

એવામાં આ વીડિયો વાયલર થયા બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના ક્ષેત્રીય કાર્યાલય સાઉથ ઇસ્ટ એશિયા(એસઇએઆરઓ)એ ભારતમાં આ બાબતે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. WHO એ સ્પષ્ટ જણાવ્યું કે,”આ ન્યુઝ એકદમ ખોટા છે, માત્ર અફવા છે. WHO દ્વારા એવી કોઈ ચેતવણી આપવામાં નથી આવી. આ વિડીયો ફર્જી છે”.માટે જો તમને પણ આવા કોઈપણ પ્રકારના ફર્જી સમાચાર મળે તો તેના પર વિશ્વાસ ન કરો.