ખબર

WHOએ કર્યા ફરી એકવાર ભારતના આ કારણે વખાણ, કહ્યું સાચા સમયે લીધો આ કઠિન નિર્ણય

કોરોનાના કારણે દુનિયાભરમના તબાહી મચી રહી છે, દુનિયાના શક્તિશાળી દેશે પણ કોરોના વાયરસ સામે ઘૂંટણિયા ટેકવી દીધા છે, પણ ભારત આ વાયરસ સામે બરાબરની લડત આપી રહ્યું છે. ભારત સરકાર દ્વારા પણ યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવામાં આવ્યા જેના કારણે બીજા દેશો કરતા ભારતની પરિસ્થિતિ ખુબ જ સારી છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ફરી એકવાર ભારતના વખાણ કરવામાં આવ્યા છે.

Image Source

કોરોના વાયરસ સામે અત્યાર સુધી ભારત સરકાર દ્વારા જે પણ પગલાં ભરવામાં આવ્યા છે તેની વિશ્વસ્તરે પ્રસંશા થઇ છે. WHOનું કહેવું છે કે જે રીતે ભારતે પોલિયો જેવી બીમારીને માત આપી હતી તેમજ તે કોરોના વાયરસનો સામનો કરવામાં પણ સક્ષમ છે.  અને આ કામ માટે ભારત સરકાર WHO સાથે મળીને કામ કરી રહી છે.

Image Source

WHOના પ્રમુખ ટ્રેડ્રોસે ભારતના સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને તેમના નૈતૃત્વ માટે આભાર પણ વ્યક્ત કર્યો છે. તેમેં ભારતનો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે મળીને કામ કરવાનું પણ સ્વાગત કર્યું છે. તેમને જણાવ્યું કે એકસાથે મળીને કામ કરવાથી અમે જરૂર આ મહામારી સામે જીત મેળવી શકીશું.

Image Source

ભારતે વર્ષ 2014માં પોલિયોને હરાવ્યો હતો. એ સમયે પણ ભારતે WHO સાથે મળીને કામ કર્યું હતું અને પોલિયોને હરાવ્યો હતો તેમ જ આ કોરોના વાયરસને પણ સાથે મળીને હરાવી શકાશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.