ખબર

WHOએ કહ્યું કોરોનાને લઈને ફરી ડરાવી દીધા કહ્યું કે હજુ હદથી વધારે ખરાબ થશે, વેક્સીન અને રોગપ્રતિકારક શક્તિ…

વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના પહોંચી ગયો છે અને વિશ્વભરમાં લાખો લોકો તેના કારણે મૃત્યુ પામ્યા છે તો સંક્રમિતઓના આંકડાઓ પણ દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે, આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય આરોગ્ય સંસ્થા દ્વારા આ બાબતે બીજી એક મોટી ચેતવણી આપવામાં આવી છે.

Image Source

WHO દ્વારા ચેતવણી અને સાવચેતી માટે કેહવામા આવ્યું છે કે: “જો સંક્રમણને રોકવું હશે તો સમગ્ર દુનિયામાં માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવો પડશે, સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરવું પડશે અને વારંવાર હાથ ધોવાની આદતને પણ વિકસાવવી પડશે.

Image Source

WHOના પ્રમુખ ડો. ટેડ્રોસનું કહેવું છે કે કોરોના વાયરસથી સંક્રમણના નવ મામલાઓ વધી રહ્યા છે. અને તેનાથી સાબિત થાય છે કે જે સાવચેતી અને ઉપાયોની વાત કરવામાં આવી રહી છે તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું.

Image Source

તેમને આ મહામારી સામે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે: “જો બુનિયાદી વસ્તુઓનું પાલન નહીં કરવામાં આવે તો એક જ રસ્તો છે કે કોરોના ક્યારેય રોકાય નહીં, તે વધતો જ જશે અને હદથી પણ વધારે ખરાબ બનતો જશે.”

Image Source

ડો. ટેડ્રોસ દ્વારા વિશ્વના દેશોમાં અપાઈ રહેલી છૂટછાટ સંદર્ભે પણ કહેવામા આવ્યું છે કે: “કોરોના વાયરસ હવે લોકોનો પહેલા નંબરનો દુશમન બની ગયો છે, પરંતુ દુનિયાભરની ઘણી સરકારો તેને લઈને જે પગલાં ભરી રહી છે તેનાથી એવો આભાસ નથી થતો કે કોરોના ના આ ગંભીર ખાતરના રૂપમાં નથી લઈ રહ્યા.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.