રશ્મિકા મંદાનાનો જે ડીપફેક વીડિયો વાયરલ થયો તેમાં જે ઓરીજીનલ યુવતી હતી એ ઝારા પટેલ આખરે છે કોણ ? જુઓ શું કહ્યું આ વાયરલ વીડિયો અંગે ?

ઝારા પટેલઃ રશ્મિકા મંદાનાના ડીપફેક વિડીયોમાં દેખાય બાદ મચાવી દીધી છે સનસનાટી

Who is Zara Patel seen in Rashmika’s deepfake video? : સોશિયલ મીડિયામાં રોજ કોઈને કોઈ ઘટના વાયરલ થઇ જતી હોય છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોની ખુબ જ ચર્ચા ચાલી રહી છે.

કારણ કે આ વીડિયો નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનું નામ લઈને વાયરલ કરવામાં આવ્યો હતો. જેને લઈને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારોએ પણ આ મામલે ઝંપલાવ્યું છે. રશ્મિકા મંદાનાએ પણ સોશિયલ મીડિયામાં ફેક વીડિયોને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.

ત્યારે જે વીડિયોમાં રશ્મિકાનો ચહેરો એડિટ કરવામાં આવ્યો છે, તે ઓરિજિનિલ વીડિયો ઝારા પટેલ નામની યુવતીનો છે. ત્યારે હવે એ સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ ઝારા પટેલ છે કોણ ?

ઝારાના ચહેરા પર એડિટ થયો રશ્મિકાનો ચેહરો ?

ઝારા પટેલે પણ આ વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા દ્વારા પોતાનું નિવેદન નોંધાવ્યું છે. ઝારાએ કહ્યું, ‘હું તે મહિલાઓ અને છોકરીઓના ભવિષ્ય વિશે ચિંતિત છું, જેઓ સોશિયલ મીડિયા પર પોતાના વિશે પોસ્ટ કરવામાં વધુ ડર અનુભવે છે.

કૃપા કરીને એક પગલું પાછળ જાઓ અને તમે ઇન્ટરનેટ પર શું જુઓ છો તેનું પરીક્ષણ કરો. ઇન્ટરનેટ પરની દરેક વસ્તુ વાસ્તવિક નથી.” આ ડીપફેક વીડિયોમાં ઝારાનો ચહેરો એડિટ કરવામાં આવ્યો છે અને તેના પર રશ્મિકાના ચહેરાને સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો છે.

 

કોણ છે ઝારા પટેલ :

આ છોકરી હકીકતમાં ઝારા પટેલ છે રશ્મિકા નહીં. ઝારા પટેલ એક બ્રિટિશ-ભારતીય ઈનફ્લુએન્સર છે જેના ઇન્સ્ટાગ્રામ પર 4.5 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે આ પ્લેટફોર્મ પર બોલ્ડ કન્ટેન્ટ શેર કરવા માટે જાણીતી છે.

તેના ઇન્સ્ટા બાયો મુજબ, તે પૂર્ણ સમયના ડેટા એન્જિનિયર અને માનસિક સ્વાસ્થ્યના વકીલ છે. આ સાથે તે તેના ફોલોઅર્સ માટે એડલ્ટ કન્ટેન્ટ બનાવે છે. તેણે તેના Instagram એકાઉન્ટ પર એક ગુપ્ત લિંક પણ પ્રદાન કરી છે, જે વપરાશકર્તાઓને તેની સાથે સંબંધિત સામગ્રીને ઍક્સેસ અને ચેટ કરવાની મંજૂરી આપે છે.

ક્યારે પોસ્ટ થયો હતો વીડિયો :

ઝારા પટેલે 9 ઓક્ટોબરે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે કાળા કપડામાં લિફ્ટમાં પ્રવેશતી જોવા મળે છે. આ પોસ્ટ શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, ‘POV: તમે મારા માટે લિફ્ટનો દરવાજો લગભગ બંધ કરી દીધો છે.’ જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઝારાનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો છે અને તેના પર રશ્મિકાના ચહેરાને સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો છે.

આ વીડિયો અંગે રશ્મિકાએ પોસ્ટ કરીને કહ્યું કે, ‘મને આ શેર કરતાં ખૂબ જ દુઃખ થાય છે અને મારે મારા ડીપફેક વીડિયોને ઓનલાઈન ફેલાવવાની વાત કરવી છે. સાચું કહું તો, આવું કંઈક માત્ર મારા માટે જ નહીં, પણ આપણામાંના દરેક માટે અત્યંત ડરામણું છે. આજે ટેક્નોલોજીના દુરુપયોગને કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે.”

 

Niraj Patel