કોણ છે “એનિમલ” ફિલ્મની ભાભી નંબર 2, તૃપ્તિ ડીમરી ? જેના બોલ્ડ સીન જોઈને યુવાનો પણ થઇ ગયા લાળ ટપકાવતા ? જુઓ

કોણ છે રણબીર સાથે બોલ્ડ સીન આપનારી તૃપ્તિ ડીમરી ? સોશિયલ મીડિયા પર ધડાધડ વધી રહ્યા છે ફોલોઅર્સ

Who is Tripti Dimri from Animal movie : ગત  1 ડિસ્મેબરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ “એનિમલ” બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, સાથે જ ફિલ્મના કલાકારો પણ લાઇમ લાઇટમાં છવાઈ ગયા છે.

તમામ કલાકારોના આભિનયને લોકો ખુબ જ વખાણી રહ્યા છે, પરંતુ એક અભિનેત્રીએ તો ઉહાપો મચાવી દીધો છે. આ અભિનેત્રી છે તૃપ્તિ ડીમરી. જેની સાથે રણબીરની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. પરંતુ, સવાલ એ થાય છે કે ‘એનિમલ’માં બોલ્ડ સીન્સ આપનાર તૃપ્તિ ડિમરી કોણ છે?

2017માં કરી હતી કેરિયરની શરૂઆત :

તૃપ્તિ ડિમરીએ 2017માં આવેલી ફિલ્મ ‘પોસ્ટર બોય્ઝ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેના ડેબ્યુ પછી, તે નેટફ્લિક્સ ફિલ્મો ‘કાલા’, ‘બુલબુલ’ અને ‘લૈલા મજનુ’ વગેરેમાં જોવા મળી હતી. કહેવાય છે કે એક સમય એવો હતો જ્યારે તૃપ્તિ અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્માને ડેટ કરતી હતી. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને વર્ષ 2023માં તેમનું બ્રેકઅપ થઈ ગયું.

લાખો લોકો કરવા લાગ્યા ફોલો :

તૃપ્તિએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ, તેને ખરી પ્રસિદ્ધિ ‘એનિમલ’ પછી મળવા લાગી. ‘એનિમલ’માં તેના અને રણબીરના ઇન્ટીમેન્ટ સીન જોઈને લોકો પાગલ થઈ ગયા છે. આનો પુરાવો તૃપ્તિને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરનારા લોકોની સંખ્યા છે.

વાસ્તવમાં, પિંકવિલાના રિપોર્ટ અનુસાર, ‘એનિમલ’ની રિલીઝ પહેલા તૃપ્તિના 6 લાખ ફોલોઅર્સ હતા. ‘એનિમલ’ એ હલચલ મચાવ્યા પછી, 2 મિલિયન લોકોએ તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું શરૂ કર્યું.

યુવાઓનો બની ગઈ ક્રશ :

તૃપ્તિ ડિમરી ભલે ફિલ્મ એનિમલમાં સાઈડ રોલમાં હોય, પરંતુ તેની સ્ક્રીન પ્રેઝન્સે લોકોના દિલ જીતી લીધા છે.તૃપ્તિ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો પણ શેર કરતી રહે છે, જેમાં તે વેસ્ટર્નથી લઈને ઇન્ડિયન આઉટફિટમાં પોતાનો ગજબનો લુક ફ્લોન્ટ કરતી હોય છે. એનિમલ ફિલ્મ બાદ તો યુવાનોમાં તૃપ્તિ ડીમરીને લઈને ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને ચાહકોએ તેને પોતાનો ક્રશ બનાવી લીધો છે.

Niraj Patel