મનોરંજન

કોણ હતો તૈમુરલંગ? જેના નામ ઉપર સૈફ અને કરીનાએ પોતાના દીકરાનું નામ રાખ્યું તૈમુર

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સૈફ અલી ખાન અને અને અભિનેત્રી કરીના કપૂરે પોતાના દીકરાનું નામ તૈમુર અલી ખાન રાખ્યું છે. તૈમુર હજુ 3.5 વર્ષનો જ છે તે છતાં પણ સોશિયલ મીડિયામાં તે સેલેબ્રીટી બની ગયો છે. પરંતુ જયારે સૈફ અને કરીનાએ તેમના દીકરાનું નામ તૈમુર રાખ્યું ત્યારે સોશિયલ મીડિયામાં હંગામો મચી ગયો હતો. લોકો જાણવા માંગતા હતા કે સૈફ અને કરીનાએ દીકરાનું નામ તૈમુર કેમ રાખ્યું? આજે અમે તમને તૈમુર કોણ હતો તેના વિશે જણાવીશું, જેના કારણે કરીના અને સૈફે પોતાના દીકરાનું નામ પણ તૈમુર રાખ્યું.

Image Source

તૈમુરનો જન્મ 1336માં ઉબ્જેકિસ્તાનના એક સામાન્ય પરિવારમાં થયો હતો. એવું કહેવામાં આવે છે કે તૈમુરલંગ એક મામૂલી ચોર હતો. જે માધ્ય એશિયાના મેદાનો અને પહાડીઓમાં ઘેટાની ચોરી કરતો હતો. તેના જન્મ સમયે નામ તૈમુર રાખવામાં આવ્યું હતું પરંતુ આગળ બનેલી ઘટનાઓ બાદ તેને લોકો તૈમુર-એ-લંગના નામથી ઓળખવા લાગ્યા હતા.

Image Source

તૈમુર 1369માં સમરકંદનો સાશક બન્યો અને ત્યારબાદ તેના વિજય અને ક્રુરતાની યાત્રા શરૂ થઇ. તૈમુરની ક્રુરતાના ઘણા કિસ્સાઓ આજે પણ પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે તેને બે હજાર જીવતા માણસોની એક મિનાર બનાવી હતી અને તેને ઈંટો અને ગારો બનાવી ચણી દીધા હતા.

Image Source

એક લડાઈમાં તૈમુરનો જમણો ભાગ ખરાબ રીતે ઘાયલ થઇ ગયો. અને ત્યારબાદ આ નામ બગડતા બગડતા તૈમુરલંગ થઇ ગયું. એવું પણ કહેવાય છે કે તૈમુર એક હાથે તલવાર પકડતો હતો. તૈમુરલંગનું 1405માં નિધન થઇ ગયું, ત્યારે તે ચીનના રાજા મિંગ વિરુદ્ધ યુદ્ધ માટે જઈ રહ્યો હતો. તે 35 વર્ષ સુધી યુદ્ધના મેદાનમાં સતત જીત મેળવતો રહ્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.