કોણ છે રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો વાળી છોકરી ઝારા પટેલ ? બોલ્ડનેસથી ખેંચે છે ધ્યાન

રશ્મિકાના ડીપનેક વીડિયોવાળી ઝારા પટેલ આવી સામે, કહ્યુ- મારું આમાં કોઇ ઇન્વોલ્વમેન્ટ નથી, આવી રીતે તો છોકરીઓ સોશિયલ મીડિયા છોડી દેશે

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Deepfake Video Girl zara patel : કોઈનો ચહેરો ને કોઈની બોડી… એટલે જ હાલમાં રશ્મિકા મંદાના અને ઝારા પટેલ ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયોને લઈને ઘણો વિવાદ થયો અને આ અંગે પોતે રશ્મિકાએ પણ આ અંગે ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે આ વીડિયોમાં દેખાતી રિયલ ગર્લ ઝારા પટેલે પણ પ્રતિક્રિયા આપી છે.

ઝારાએ કહ્યું કે આ ડીપફેક વિડિયો વિવાદમાં તેની કોઈ સંડોવણી નથી.આ ઘટનાથી તે ખૂબ જ પરેશાન થઈ ગઈ છે. ઝારાએ કહ્યું કે જો આ જ રીતે વસ્તુઓ ચાલુ રહેશે તો ભવિષ્યમાં છોકરીઓ અને મહિલાઓ સોશિયલ મીડિયા પર તેમના ફોટા અને વીડિયો શેર કરવાનું બંધ કરી દેશે. ઝારા પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું – કોઈએ મારા શરીરનો ઉપયોગ કરીને અને બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીના ચહેરાને સુપરઇમ્પોઝ કરીને ડીપફેક વીડિયો બનાવ્યો છે.

આમાં મારી કોઈ સંડોવણી નથી. હકીકતમાં, આ બધું જોયા પછી, હું ખૂબ જ પરેશાન અને પરેશાન થઈ ગઇ છું. ઝારા એક બ્રિટિશ ભારતીય ઇન્ફ્લુએન્સર છે, તેના સોશિયલ મીડિયા પર 4.5 લાખથી વધુ ફોલોઅર્સ છે. ઝારા વ્યવસાયે ફુલ ટાઈમ ડેટા એન્જિનિયર છે, અને મેન્ટલ હેલ્થ એડવોકેટ પણ છે. જો કે, તે અન્ય કારણોસર સમાચારમાં રહે છે.

ઝારા ઘણીવાર તેના સોશિયલ મીડિયા પર એડલ્ટ અને બોલ્ડ કન્ટેન્ટ શેર કરે છે. તેણે 9 ઓક્ટોબરે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે બ્લેક શોર્ટ ડ્રેસમાં લિફ્ટમાં જોવા મળી રહી હતી. આ વીડિયોનો ઉપયોગ કરીને કેટલાકે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની મદદથી રશ્મિકા મંદાનાનો નકલી વીડિયો બનાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Zara Patel (@zaarapatellll)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina