જીવનશૈલી

કોણ છે રાધિકા મર્ચન્ટ? જેનું નામ અંબાણી પરિવાર સાથે જોડાઈ રહ્યું છે? જાણો બધું જ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચના રોજ હીરાના વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે થયા હતા. આ પ્રસંગે દેશ-વિદેશની મોટી-મોટી હસ્તિઓએ હાજરી આપી હતી. પરંતુ આ બધામાં એક એવી છોકરી હતી જે અંબાણી પરિવારની ખૂબ જ નજીક જણાઈ આવતી હતી. એ રાધિકા મર્ચન્ટ હતી. કહેવાય રહ્યું છે કે રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ છે.

Image Source

રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારના દરેક પ્રસંગોમાં જોવા મળે છે. એ જ રીતે એ આકાશ-શ્લોકાનાં લગ્નમાં પણ છવાયેલી હતી. લગ્નના એક મહિના પછી રાધિકાની કેટલીક લગ્નના ફંક્શનની તસવીરો વાયરલ થઇ રહી છે. મહેંદીના ફંક્શનની એક તસ્વીર છે, જેમાં રાધિકા લાલ રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે અને તેની સાથે મહેંદી ક્વીન વીના નાગડા પણ જોવા મળે છે. આ તસ્વીરમાં રાધિકા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

Image Source

આ સિવાય સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોર્ટીઝમાં થયેલી આકાશ-શ્લોકાના પ્રિવેડિંગ ફંક્શનની પણ રાધિકાની તસ્વીર સામે આવી છે, જેમાં પણ રાધિકા કાળા રંગના મેટાલિક ગાઉનમાં સુંદર લાગી રહી છે. મે 2018માં એવી ખબરોએ વેગ પકડ્યું હતું કે અનંત અને રાધિકાએ સગાઇ કરી લીધી છે પરંતુ અંબાણી પરિવારના પ્રવક્તાએ આ વાતને નકારી હતી.

 

View this post on Instagram

 

With Anant #radhikamerchant #anantambani #ishaambani #nitaambani #mukeshambani #akashambani #shlokamehta

A post shared by Radhika Merchant (@radhikamerchant_official) on

કોણ છે રાધિકા?

રાધિકા બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી છે. વીરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેરના સીઈઓ અને વાઇસ ચેરમેન છે. રાધિકાની એક બહેન છે અંજલિ, જે પણ અત્યારે આ જ કંપનીમાં ડાયરેક્ટર છે. રાધિકા અને અનંત લાંબા સમયથી મિત્રો છે. એ પછી બંને વચ્ચે સંબંધની ખબરો આવી હતી.

Image Source

રાધિકાએ ન્યુયોર્ક યુનિવર્સીટીથી પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં સ્નાતક કર્યું છે. આ પછી એ ભારત આવી ગઈ અને વર્ષ 2017માં એક રિયલ એસ્ટેટ ફર્મમાં સેલ્સ એકિઝકયુટિવ તરીકે કામ કરવા લાગી. રાધિકાએ બીજી પણ મોટી કંપનીઓ સાથે કામ કર્યું છે. હાલ રાધિકાએ પોતાની જ એક ફર્મ શરુ કરી છે.

Image Source

24 વર્ષીય રાધિકાને ટ્રેકિંગ, સ્વિમિંગ અને વાંચન ખૂબ જ પસંદ છે. તેની ઓફિસમાં તે કોફીની એડિક્ટ તરીકે જાણીતી છે. રાધિકાને ટ્રેકિંગ પર જવું અને શાંત જગ્યા પર લઈને ચિલ કરવું ખૂબ જ પસંદ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.