લખનઉ : ‘થપ્પડ ગર્લ’ આખરે છે કોણ ? તેની પાસે છે એવી એવી ડિગ્રી કે થઇ જશો હેરાન, જુઓ તેના બોલ્ડ PHOTOS

ઉત્તર પ્રદેશના લખનઉમાં એક છોકરીનો કેબ ડ્રાઇવરની પિટાઇનો એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, તે છોકરીએ કેબ ડ્રાઇવરને 20થી પણ વધારે વાર થપ્પડ માર્યા છે. આ વીડિયોમાં જે છોકરી છે, તે ઘણી ચર્ચામાં છે. પોલિસ અનુસાર, આ ઘટના 30 જુલાઇની છે.

આ છોકરીનો બીજો એક વીડિયો પણ વાયરલ થયો છે, જે જૂનો છે. તે વીડિયોમાં તે પાડોશીઓ જોડે ઝઘડતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ છોકરી થપ્પડ ગર્લના નામે ફેમસ થઇ ગઇ છે. આખરે આ છોકરી છે કોણ તેવો બધાના મનમાં સવાલ છે.

તમને જણાવી દઇએ કે, આ છોકરીનું નામ પ્રિયદર્શની યાદવ છે. વીડિયોમાં જે કેબ ડ્રાઇવર છે તેની ઓળખ સાદત અલી ખાનના રૂપમા થઇ છે. રીપોર્ટ્સ અનુસાર, પ્રિયદર્શનીએ જણાવ્યુ કે, તેની પાસે BSC, MSC અને એમ.ફિલની ડિગ્રી છે. આ સાથે સાથે તેને રિસર્ચનો પણ અનુભવ છે. તેના અનુસાર, તેણે મુંબઇમાં પણ કામ કર્યુ છે પરંતુ હવે તે લખનઉમાં રહે છે.

તેણે પહેલા વિશ્વવિદ્યાલયમાં લેક્ચરના રૂપમાં કામ કર્યુ છે. પ્રિયદર્શનીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે રસ્તા વચ્ચે તેને થપ્પડ મારતી જોવા મળી હતી. આ વીડિયોમાં જે કેબ ડ્રાઇવર છે, સાદત અલી ખાને તેણે જણાવ્યુ કે, ઘટનાની રાતે એક મહિલા તેની કાર સામે આવી ગઇ. ટ્રાફિક લાઇટ ગ્રીન હતી.

તેણે તરત જ બ્રેક મારી, પરંતુ તે મહિલાએ કારને ધક્કો આપ્યો અને તેણે કહ્યુ કે, તેણે મારો ફેન તોડ્યો અને 600 રૂપિયા પણ લઇ લીધા હતા. તેના અનુસાર, તેણે કારનો સાઇડ મિરર પણ તોડી દીધો હતો. આ વચ્ચે ઉત્તર પ્રદેશ પોલિસે મહિલા વિરૂદ્ધ કેબ ડ્રાઇવરને મારવાના આરોપમાં ફરિયાદ દાખલ કરી.

કેબ ડ્રાઇવર સાદત અલીએ આજતક મીડિયા સાથે વાતચીત કરી હતી. તેણે કહ્યુ કે, જો તે છોકરીની ધરપકડ કરવામાં નહિ આવે તો હું આત્મહત્યા કરી લઇશ. સાદતે કહ્યુ કે, મારી કોઇ ભૂલ ન હતી તો પણ પોલિસે મને 24 કલાક લોકઅપમાં બંધ કરી દીધો. પરંતુ હવે છોકરી પર FIR થઇ ચૂકી છે તો પોલિસે હજી સુધી તેની ધરપકડ કેમ નથી કરી. કેબ ડ્રાઇવરે કહ્યુ કે, આ ઘટનાને હું અને મારો પરિવાર કયારેય નહિ ભૂલી શકીએ. સાદતે વાત કરતા આગળ કહ્યુ કે, મને ન્યાય જોઇએ. સાદતે કહ્યુ કે, તે છોકરીની ધરપકડ કરવામાં આવે અને તેના વિરૂદ્ધ સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવે.

સાદતે કહ્યુ કે, 30 જુલાઇની રાત્રે મારી કોઇ ભૂલ ન હતી. છોકરી મારી ગાડીની આગળ આવી ગઇ અને મારા પર ટક્કર મારવાનો જૂઠ્ઠો આરોપ લગાવ્યો. સાદત અલીએ કહ્યુ કે, તેને કારના ડૈશબોર્ડમાં રાખેલા મારા 600 રૂપિયા પણ લૂંટી લીધા. ફોન લીધો અને પટકી દીધો. એટલું જ નહિ, 10 મિનિટ સુધી તે મારતી રહી, તેણે 15-20 જેટલા થપ્પડ માર્યા હતા.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કેબ ડ્રાઇવરે દાવો કર્યો છે કે, આરોપી યુવતિ પોલિસની મુખબિર છે. આ ઉપરાંત એ પણ આરોપ લગાવ્યો છે પોલિસે તેની ધરપકડ કરી આગળના દિવસે તેના પાસેથી 10 હજાર રૂપિયા લીધા અને ત્યારે જઇને ગાડીને છોડી.

લખનઉમાં કૃષ્ણાનગરના અવધ ચાર રસ્તા પર પ્રિયદર્શનીએ કેબ ડ્રાઇવરને પકડીને તેની પિટાઇ કરી હતી અને તેનો ફોન પણ તોડી દીધો હતો. લગભગ અડધા કલાક સુધી આ ચાલતુ રહ્યુ અને તે ડ્રાઇવરને સતત થપ્પડ મારતી રહી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ટ્વીટર પર #ArrestLucknowGirl ટ્રેંડ કરવા લાગ્યુ હતુ.

Shah Jina