‘જમાઈ’ નીકળ્યો સુખદેવ સિંહને ગોળીઓ મારનારો હત્યારો, ભાડે લીધેલી SUV કારમાં લગ્નનું કાર્ડ આપવાના બહાને ઘુસ્યા હતા ઘરમાં, જુઓ

કોણ છે સુખદેવ સિંહની હત્યા કરનારો શૂટર નીતિન ફૌજી ? કેવી રીતે આવ્યો ગેંગસ્ટરના  સંપર્કમાં, 5000 રૂપિયામાં ભાડે SUV લઈને ફરતો હતો, જુઓ

Who is Nitin Fauji Sukdev Murder  : શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાને લઈને બુધવારે રાજસ્થાનમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. બીજી તરફ હત્યા કેસમાં બે લોકોની ઓળખ થઈ ગઈ છે. આ શૂટરોમાંથી એક મકરાણાનો રોહિત રાઠોડ છે, જેના પિતા આર્મીમાં હતા, જેનું કેન્સરને કારણે ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિતના પિતા તેની હરકતોથી ખૂબ નારાજ હતા. રોહિત પહેલા પણ POCSO કેસમાં જેલ જઈ ચૂક્યો છે. અહીંથી જ તે લોરેન્સ ગેંગના સંપર્કમાં આવ્યો હતો.

5-5 લાખના ઇનામની જાહેરાત :

બીજો આરોપી હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી નીતિન ફૌજી છે. પોલીસ દ્વારા નીતિન ફૌજીની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મામલાની ગંભીરતાને જોતા રાજસ્થાન પોલીસ વિભાગે આજે તરત જ તેમની રજા રદ કરી અને એડીજી ક્રાઈમ દિનેશ એમએનને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. પોલીસે આ મામલે SITની પણ રચના કરી છે. આ સિવાય સીસીટીવીના આધારે ઓળખાયેલા બે આરોપીઓની ધરપકડ કરવા માટે 5-5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.

ફૌજી નીતિન છે રાજસ્થાનનો જમાઈ :

પોલીસે બંનેની તસવીરો પણ શેર કરી હતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવતું હતું કે આરોપીઓ વહેલી તકે પોલીસની કસ્ટડીમાં આવશે. પોલીસે આ કેસમાં નીતિન ફૌજીની પ્રથમ ધરપકડ કરી છે. હાલમાં અન્ય આરોપીઓના કનેકશન અને ઠેકાણાની શોધ કરવામાં આવી રહી છે. સુખદેવ સિંહની હત્યા અંગે જાહેર કરાયેલા સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે કે નીતિન હાલમાં સેનામાં છે. તેણે જ ગોગામેડીને તેના માથામાં ગોળી મારી હતી. એવું પણ કહેવાય રહ્યું છે કે નીતિન રાજસ્થાનનો જમાઈ છે.

આ રીતે આવ્યો ગેંગસ્ટરના સંપર્કમાં :

કહેવામાં આવી રહ્યું છે કે નિતિન નવેમ્બરમાં રજા પર મહેન્દ્રગઢ સ્થિત પોતાના ઘરે આવ્યો હતો. પરંતુ તે પછી તે તેના પરિવારને જાણ કર્યા વગર જતો રહ્યો હતો. પરિવારના સભ્યોને પણ ખબર નહોતી કે તે શું કરવા જઈ રહ્યો છે. પરંતુ જ્યારે ગોગામેડી હત્યા કેસના CCTV ફૂટેજ સામે આવ્યા ત્યારે ઘરના લોકોએ વીડિયો જોયા બાદ નીતિનને ઓળખી લીધો હતો. ત્યારે જ નીતિન ફૌજીનું નામ સામે આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે નીતિન પંજાબની ભટિંડા જેલમાં બંધ લોરેન્સ વિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર સંપત નેહરાના સંપર્કમાં હતો.

ભાડે લીધી હતી SUV :

મીડિયા રિપોર્ટ અનુસાર કાપડના વેપારી નવીન શેખાવત તેમના ફોઈના પુત્રના લગ્નનું કાર્ડ આપવા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીના ઘરે આવ્યા હતા. આ દરમિયાન નવીન પોતાની સાથે રોહિત રાઠોડ અને નીતિન ફૌજીને પણ લાવ્યો હતો. નવીને ત્રણ દિવસ પહેલા 5000 રૂપિયા પ્રતિ દિવસના ભાવે SUV કાર ભાડે લીધી હતી. આ કાર જયપુરના માલવિયા નગર સ્થિત એજન્સી પાસેથી ભાડે લેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ કારમાં ગોગામેડી સ્થિત તેમના ઘરે છોડી ગયા હતા. કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.

Niraj Patel