કમો તો ભાઈ કમો કહેવાય… કિર્તીદાન ગઢવીએ હાથ ઝાલ્યો અને બદલાઈ ગયું આખું જીવન, 4-4 બોડીગાર્ડ સાથે ડાયરામાં મારી જોરદાર એન્ટ્રી, જુઓ

કોણ છે કમાભાઈ, જેને આખા ગુજરાતમાંથી મળી રહ્યો છે આટલો પ્રેમ અને પૈસા ? આવેલા પૈસામાંથી જે કરે છે એ જાણીને કમાભાઈ પ્રત્યેનો પ્રેમ બમણો થઇ જશે !

ગુજરાતની અંદર ડાયરાઓ પ્રખ્યાત છે અને ઘણા લોક ગાયકો દ્વારા હજારો જનમેદની વચ્ચે ડાયરા કરવામાં આવે છે અને એમાં પણ ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કિર્તીદાન ગઢવીને લોકો ડાયરા સમ્રાટ તરીકે નવાજે છે. કિર્તીદાન ગઢવીના ડાયરામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને લાખો રૂપિયાની નોટો તેમના ઉપર ઉડાવીને ડાયરાની મજા માણતા હોય છે.

પરંતુ આજે આપણે વાત કિર્તીદાન ગઢવીની નહિ પરંતુ કિર્તીદાન ગઢવીના ડાયરામાંથી પ્રખ્યાત બનેલા એક દિવ્યાંગ વ્યક્તિની કરવાની છે. આ વ્યક્તિનું નામ છે કમાભાઈ. જેમની ઓળખ આજે ગુજરાતના ઘર ઘરમાં થઇ ગઈ છે. કિર્તીદાન ગઢવીએ પોતાના ડાયરામાં કમાનું નામ શું લીધું ગુજરાતીઓ કમાભાઈ કમાભાઈ કરવા લાગ્યા અને આજે તે વટથી ડાયરામાં હાજરી આપે છે.

કમાભાઈ પ્રખ્યાત બન્યા છે કિર્તીદાન ગઢવીના ડાયરામાંથી. જ્યાં તેમને હાજરી આપી અને કિર્તીદાનની નજર તેમના ઉપર પડતા જ તેમનું સ્વાગત કર્યું. કિર્તીદાન ગઢવી જયારે ડાયરો કરી રહ્યા હતા ત્યારે કમો સામાન્ય જનતાની જેમ જ ડાયરાનો આનંદ માણવા માટે આવ્યો હતો, જેવા જ કિર્તીદાને ડાયરાના સુર લલકાર્યા એવો જ કમો ઉભો થઈને ડાન્સ કરવા લાગ્યો.

આ જોઈને કિર્તીદાન સાથે ત્યાં બેઠેલ જનમેદની પણ કમાની વાહ વાહ કરવા લાગી. કમાથી પ્રેરિત થઈને કિર્તીદાન ગઢવીએ પણ તેમને 2000 રૂપિયા આપ્યા હતા અને ડાયરામાં જ તેમનું નામ પણ લલકાર્યું હતું. આ જોઈને કમો પણ ખુબ જ ખુશ થઇ ગયો. ત્યારથી કમાની લોકપ્રિયતા ઠેર ઠેર જોવા મળી રહી છે.

કમો સામાન્ય માણસ કરતા સાવ જુદો છે, તે દિવ્યાંગ છે, છતાં સંગીત પ્રત્યેની તેની રુચિ ખુબ જ અનોખી છે. એટલે જ આજે કમાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે અને લોકો પણ તેને ખુબ જ પ્રેમ આપે છે. કમાનો જયારે પહેલો વીડિયો વાયરલ થયો ત્યારથી જ લોકો કમા વિશે જાણવા માંગતા હતા અને હવે તે આખા ગુજરાતમાં એક મોટું નામ બની ગયો છે.

કમો મૂળ સુરેન્દ્રનગરની બાજુના ગામ કોઠારીયાનો રહેવાસી છે. કિર્તીદાન ગઢવી ઉપરાંત તે એન્ટી લોક કલાકારોના ડાયરામાં પણ હાજરી આપે છે અને તેને જોઈને ડાયરો માણવા આવેલા રસિકો પણ હરખાઈ ઉઠે છે. આજે કમો 4-4 બોડીગાર્ડને સાથે રાખીને ડાયરામાં એન્ટ્રી મારે છે, ત્યારે તેને જોઈને કમાભાઈની લોકપ્રિયતાનો અંદાજો તમે લગાવી શકો છો.

આજે ડાયરાઓની અંદર કમાભાઈનું જોરદાર સન્માન પણ કરવામાં આવે છે. તેમને ફુલહાર પહેરાવવામાં આવે છે, હજારો રૂપિયા તેમના ઉપર ઉડાવવામાં આવે છે અને રોકડ રકમ આપીને પણ તેમનું સન્માન કરવામાં આવે છે. આજે સૂટ બુટ પહેરીને કમાભાઈની જોરદાર એન્ટ્રી પણ પડતી હોય છે.ત્યારે ઘણા લોકોના મનમાં એ સવાલ પણ જાગતો હશે કે કમાભાઈને મળેલા આટલા બધા રૂપિયાનું તેઓ કરતા શું હશે ? તે દિવ્યાંગ છે. પરંતુ તમને જાણીને એ નવાઈ લાગશે કે કમાભાઈ આ બધા જ પૈસા દાનમાં આપી દે છે. કોઠારીયા ગામની અંદર આવેલી ગૌશાળામાં તેઓ આ બધા જ પૈસાનું દાન કરી દે છે. જેના કારણે લોકોનો પણ કમાભાઈ પ્રત્યેનો પ્રેમ અપાર જોવા મળી રહ્યો છે.

Niraj Patel