ખેલ જગત જીવનશૈલી

સુંદરતા સાથે મગજનું ઉદાહરણ છે યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા, સોશિયલ મીડિયા પર પણ છે લાખો ફોલોઅર્સ

ચહલની મંગેતર નીકળી મોટી હસ્તી, લાખો લોકો દીવાના છે- જુઓ તસ્વીરો

ટીમ ઈન્ડિયાના ગોલ્ડ્ર્ન સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 પહેલા સિંગલથી ડબલ થઇ ગયાની ખબરથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. ખરેખર, કોઈને પણ અપેક્ષા નહોતી કે આઇપીએલની તૈયારીઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ આવી ચોકાવનારા સમાચાર આપ્યા છે.

યુઝવેન્દ્ર ચહલની જીવનસાથી ધનાશ્રી વર્મા છે. યુઝવેન્દ્રએ સોશિયલ મીડિયા પર તેની સગાઈના સમાચાર આપતાની સાથે જ શુભેછા પાઠવનારાનો ધસારો જોવા મળ્યો હતો. આ સાથે લોકોને એ જાણવાની પણ ઇચ્છા છે કે આ ધનશ્રી વર્મા કોણ છે? ખરેખર, ધનશ્રી વર્મા સુંદરતાનું એક ઉત્તમ ઉદાહરણ છે.

ધનશ્રી વર્મા છેલ્લા ઘણા સમયથી યુઝવેન્દ્ર ચહલ સાથે રિલેશનમાં હતી, પરંતુ બંનેએ ખૂબ જ હોશિયારીથી આ સંબંધને દુનિયાથી છુપાવ્યો હતો.

ધનાશ્રી વર્માની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં જણાવ્યું છે કે તે એક ડોકટર, કોરિયોગ્રાફર અને યુ ટ્યુબર છે.ધનાશ્રી વર્મા પણ ટિકટોક પર ખૂબ જ એક્ટિવ  હતી. તેને તેમાં ઘણી વિડિઓઝ પણ બનાવી હતી. ચહલે પણ ટિક્ટોક પર ઘણી વિડિઓઝ બનાવી છે.

ધનાશ્રી પાસે ધનશ્રી વર્મા નામની યુટ્યુબ ચેનલ પણ છે. યુટ્યુબ પર તેની ચેનલના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 1.5 મિલિયનથી વધુ છે.

ધનાશ્રીના યુટ્યુબ વીડિયોને અત્યાર સુધીમાં 18 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ધનાશ્રીના યુટ્યુબ ચેનલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર તેના ઘણા ડાન્સ વીડિયો પણ ઉપલબ્ધ છે. તે એક વ્યાવસાયિક કોરિયોગ્રાફર અને ફિટનેસ ટ્રેનર છે.

ધનશ્રી ઇન્સ્ટાગ્રામ પર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લગતી વસ્તુઓ શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના ચાહકો પણ લાખોની સંખ્યામાં છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ તસ્વીરનાં કેપ્શનમાં ધનાશ્રીએ લખ્યું છે, હવે અમે સ્પર્ધા કરીશું, મારી યુટ્યુબ ચેનલ પર.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.