રૂપ રૂપનો અંબાર છે હાલમાં જ વરરાજા બનેલા ટીમ ઇન્ડિયાના આ ઘાતક બોલરની પત્ની, તસવીરો જોઈને તમે પણ તેના ફેન બની જશો, જુઓ

ના કોઈ અભિનેત્રી કે ના કોઈ મોડલ તો કોણ છે ટીમ ઇન્ડિયાના આ ઘાતક બોલરને ક્લીન બોલ્ડ કરનારી રૂપસુંદરી, જુઓ તસવીરો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, સામાન્ય માણસ સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યારે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહરે પણ 1 જૂનના રોજ લગ્ન કર્યા છે. આગરાના રહેવાસી દીપક ચહરે ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે સાત ફેરા લીધા. દીપક ચહર અને તેની મંગેતર જયા ભારદ્વાજે આગ્રામાં જ સાત ફેરા લીધા.

દિપક ચહરે ગયા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું હતું. દીપકની પત્ની જયા દિલ્હીની છે તે ખુબ જ સુંદર દેખાય છે, તેની સુંદરતાના જ લોકો કાયલ છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દિપકની પત્ની કોઈ અભિનેત્રી કે મોડલ નથી પરંતુ એક કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે.

જયાએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. દીપકની બહેન માલતીએ તેના ભાઈને જયા સાથે મલાવ્યો હતો. દીપકે પાંચ મહિનાની ઓળખાણમાં જ પોતાનું દિલ જયાને આપી દીધું હતું. જયાના ભાઈ સિદ્ધાર્થ ભારદ્વાજ છે, જે ‘બિગ બોસ’ ફેમ છે. સિદ્ધાર્થ એમટીવી સ્પ્લિટ્સવિલા સીઝન 2નો વિજેતા પણ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જયાએ સ્ટાર ટીવી નેટવર્ક, બીબીસી નેટવર્ક અને યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપ સહિત અનેક પ્રતિષ્ઠિત કંપનીઓમાં એકાઉન્ટ એક્ઝિક્યુટિવ અને સિનિયર મેનેજરની ભૂમિકામાં કામ કર્યું છે.

લાઈવ મેચ બાદ જયાને સ્ટેન્ડની અંદર દીપકે પ્રપોઝ કર્યું હતું અને બધાની સામે જ જયાએ પણ હા કહી દીધું. દીપકે રોમાન્ટિક અંદાજમાં ઘૂંટણિયે બેસીને તેની પ્રેમિકાને પ્રપોઝ કર્યું અને તેનું દિલ જીતી લીધું. દીપકે તેની પ્રેમિકાને વીંટી પણ પહેરાવી હતી. જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

દિપક ચહરના પિતા લોકેન્દ્ર ચહરે જણાવ્યું કે તેમને ટીવી ઉપર આખી ઘટનાને જોઈ. તેમને જણાવ્યું કે ટીમના પ્લે ઓફમાં પહોંચ્યા બાદ દિપક પ્રપોઝ કરવા માંગતો હતો, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના કહેવા ઉપર લીગ મેચમાં જ દીપકે પ્રપોઝ કરી દીધું.  દીપકના પિતા જણાવ્યું કે આખો પરિવાર ખુબ જ ખુશ હતો.

દિપક ચહર ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર બોલર છે. તેને પોતાની બોલિંગ દ્વારા લોકોના દિલ જીતી લીધા છે. ત્યારે શાંત દેખાતા દિપક ચહરનું આ રીતે પ્રપોઝ કરવું લોકોને પણ હેરાન કરી દેનારું હતું.દિપક ચહરની પ્રેમિકા દેખાવમાં ખુબ જ સુંદર છે, અને ખાસ અંદાજમાં કરેલું દિપક દ્વારા પ્રપોઝ લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જયા આઇપીએલ 2021માં દીપકની સાથે હતી અને સીએસકેના બાયો બબલનો પણ ભાગ હતી.

બુધવારે ક્રિકેટરે લોન્ગ-ટાઈમ ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ (Jaya Bhardwaj) સાથે મેરેજ કર્યા હતા. આ બંને સેલિબ્રિટી કપલનું વેડિંગ ફંક્શન આગ્રાના ફતેહાબાદ રોડ સ્થિત જેપી પેલેસમાં યોજાયું હતું. મંગળવારે તેમના પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ હતી. આ દિવસે મહેંદી અને સંગીત સેરેમની યોજાઈ હતી. દીપક અને જયાના લગ્નમાં અંગત મિત્રો અને પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Niraj Patel