આખરે કોણ છે બાબા સિદ્દીકી ? એક ઇશારે લાગે છે સ્ટાર્સનો જમાવડો, સલમાન-શાહરૂખ સુધી લગાવે છે હાજરી, સુનીલ દત્ત સાથે પણ છે સંબંધ
16 એપ્રિલ 2023ના રોજ બાબા સિદ્દીકી (Baba Siddique) ની મશહૂર ઇફ્તાર પાર્ટી થઇ હતી. જેમાં બોલિવુડની લગભગ તમામ હસ્તિઓએ હાજરી આપી હતી. પાર્ટીમાં સલમાન ખાન સહિત ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ની ટીમ પણ સામેલ થઇ હતી. આ સિવાય ઈમરાન હાશ્મી, ઉર્મિલા માતોંડકર, પ્રીતિ ઝિંટા અને કપિલ શર્મા સહિત અનેક પાર્ટીમાં સામેલ થયા હતા. બાબા સિદ્દીકી દર વર્ષે ઈફ્તાર પાર્ટી આપે છે. આ પાર્ટીમાં લગભગ તમામ ફિલ્મ અને ટીવી હસ્તીઓનો મેળાવડો લાગે છે.
ત્યારે ઘણા લોકો જાણવા માગે છે કે આખરે આ બાબા સિદ્દીકી કોણ છે અને બોલિવૂડ સાથે તેમનો શું સંબંધ છે ! એક વોચ મેકરનો દીકરો આટલો મોટો કેવી રીતે થઈ ગયો કે તેના કહેવા પર તમામ સેલિબ્રિટી દોડી આવે છે ? બાબાનો બી-ટાઉન સેલેબ્સમાં એવો રોલો છે કે તેની ઈફ્તાર પાર્ટીમાં વર્ષોની દુશ્મનીનો અંત આવે છે. સલમાન અને શાહરૂખ વચ્ચે જૂનો અણબનાવ જાણીતો છે. ત્યારબાદ 2014માં બંને સિદ્દીકી ઈફ્તાર પાર્ટીમાં આવ્યા અને તેમની વચ્ચે સમાધાન થઈ ગયું.
બાબા સિદ્દીકીના પિતા બાંદ્રામાં ઘડિયાળ બનાવવાનું કામ કરતા હતા. બાબા સિદ્દીકી પણ તેમની સાથે કામ કરતા. અભ્યાસ દરમિયાન તેમને રાજકારણમાં રસ જાગ્યો અને તેમણે સખત મહેનત કરી અને 1977માં NSUI મુંબઈના સભ્ય બન્યા. 1980માં તેમને બાંદ્રા યુથ કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા અને 1982માં તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્યારબાદ મહાનગરપાલિકામાં એન્ટ્રી થઈ હતી.
તેઓ ઊભા રહ્યા અને ચૂંટણી લડ્યા અને બાંદ્રા પશ્ચિમ બેઠક પરથી સતત ત્રણ વખત વિધાનસભા પહોંચ્યા. તેઓ 2004થી 2008 સુધી મંત્રી પણ રહી ચૂક્યા છે. હાલમાં તેમના પુત્ર જીશાન સિદ્દીકી આ બેઠક પરથી ધારાસભ્ય છે. આ રાજકીય કારકિર્દી છે. પરંતુ એક પ્રશ્ન હજુ પણ અનુત્તર છે. આ બધામાં બોલિવૂડ ક્યાં આવે છે ? સિદ્દીકીની રાજકીય કાર્યસ્થળ શરૂઆતથી જ બાંદ્રા હતી અને મોટાભાગની ફિલ્મી હસ્તીઓ બાંદ્રામાં જ રહે છે. તેથી જ્યારે તેઓ રાજકારણમાં પગ જમાવી રહ્યા હતા.
તે જ સમયે તેની મુલાકાત સુનીલ દત્ત સાથે થઈ હતી. કહેવાય છે કે તે પછી તે સંજય દત્તની નજીક આવ્યા. દત્ત બોલિવૂડમાં તેના ટ્રમ્પ કાર્ડ સાબિત થયા. કારણ કે સંજય અને સલમાન ઘણા સારા મિત્રો છે. તેથી જ સંજયે સલમાન સાથે પરિચય કરાવ્યો અને અહીંથી શરૂ થઇ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીની કહાની. સલમાન સાથે તેની મિત્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે સલમાને બાબા સિદ્દીકીની પ્રોપર્ટી ભાડા પર લીધી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ, સલ્લુએ બાંદ્રામાં સલમાન ખાન વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ હેઠળ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધું છે.
બાબા સિદ્દીકી અને તેમના પુત્ર જીશાન સિદ્દીકી મકબા હાઇટ્સમાં સ્થિત આ ડુપ્લેક્સના માલિક છે. મુંબઈના ઘણા દંતકથાઓમાં બાબા સિદ્દીકીને બોલિવૂડ અને અંડરવર્લ્ડ વચ્ચેનો બ્રિજ કહેવામાં આવે છે. કથિત રીતે સંજય દત્તનું કનેક્શન અંડરવર્લ્ડ સાથે હોવાનું પણ માનવામાં આવે છે અને બાબા સિદ્દીકી તેની નજીક હોવાથી દાઉદ અને ડી કંપની સાથે તેની સાંઠગાંઠ અંગે અટકળો લગાવવામાં આવી હતી. પરંતુ એક ટ્વિસ્ટ એ આવ્યો કે જો તેનું દાઉદ સાથે કનેક્શન હોય કે હોય તો દાઉદ કેમ ધમકાવે ?
વાસ્તવમાં સામનામાં છપાયેલા સમાચાર મુજબ બાબા સિદ્દીકી અને દાઉદના નજીકના સાથી અહેમદ લંગડા વચ્ચે મુંબઈમાં જમીનના ટુકડાને લઈને વિવાદ થયો હતો. આ પછી છોટા શકીલે બાબાને ધમકી આપી હતી કે આ બાબતથી દૂર રહે, નહીંતર પરિણામ યોગ્ય નહીં આવે. બાબા ફરિયાદ લઈને મુંબઈ પોલીસ પાસે પહોંચ્યા. પોલીસે અહેમદ લંગડાની ધરપકડ કરી અને આ વાતથી ગુસ્સે થઈને 2013માં દાઉદે બાબાને ફોન પર ધમકી આપી હતી અને કહ્યું હતું કે, હું રામ ગોપાલ વર્માને કહી ‘એક થા એમએલએ’ ફિલ્મ બનાવડાવીશ.
સિદ્દીકી પર EDના દરોડા પણ પડી ચૂક્યા છે. મુંબઈ સ્લમ રિહેબિલિટેશન કૌભાંડમાં જેમનું નામ સામે આવ્યું હતું તેમાં બાબા પણ સામેલ હતા. 2017માં EDએ મની લોન્ડરિંગ સંબંધિત કેસના સંબંધમાં તેના ઘર પર દરોડા પાડ્યા હતા. જો કે, આ અંગે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. બાબા સિદ્દીકી માત્ર નેતા નથી. બી-ટાઉનમાં તેમણે પોતાની એવી પૈઠ બનાવી છે કે ભલે કંઈ ન હોય પણ તે ખૂબ જ મોટા છે. તેમનો બોલાવો એટલે પથ્થરની લકીર. સેલિબ્રિટીનું જવાનું લગભગ નક્કી…