એક ગલૂડિયાંને યુવક યુવતીએ પગ પકડીને હવામાં લહેરાવ્યું, વીડિયો શેર કરીને IAS અધિકારીએ કહ્યું, “હવે આમાં જાનવર કોણ ?” જુઓ વીડિયો

મૂંગા જીવ સાથે આ યુવક અને યુવતી કરી રહ્યા હતા રમકડાં જેવું વર્તન, ઘડીમાં હવામાં ઉછાળતા તો ક્યારેક વાંદરાઓ ઉપર ફેંકવા જતા, વીડિયોમાં કેદ થઇ ઘટના

આજકાલ ઘણા લોકો એવા હોય છે જે સોશિયલ મીડિયામાં નામના મેળવવા માટે કોઈપણ હદ સુધી જતા હોય છે. ઘણીવાર તે જીવલેણ સ્ટન્ટ કરતા હોય છે તો ઘણીવાર મૂંગા જીવોને પણ હેરાન કરતા હોય છે. આવા ઘણા લોકોના તમે વીડિયો પણ વાયરલ થતા જોયા હશે અને તેને જોઈને ગુસ્સો પણ આવી જતો હોય છે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો એક IAS અધિકારી દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને પણ કોઈનું પણ લોહી ઉકળી ઉઠે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવક અને યુવતી શ્વાનના બચ્ચાના પગને પકડીને હવામાં ઉછાળી રહ્યાં છે. એક સમયે તે ગલુડિયાને દિવાલ પર બેઠેલા વાંદરાઓ તરફ ફેંકવાનો પ્રયાસ કરે છે. બંને હાથમાં ગલુડિયા સાથે ઝપાઝપી કરતા પણ જોવા મળે છે. બંને મૂંગા જીવ સાથે એવું વર્તન કરી રહ્યા છે જાણે રમકડું હોય.

આશ્ચર્યની વાત એ છે કે આ વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ પણ તેમાં સામેલ છે. તે પોતાની બાજુથી કહી રહ્યો છે કે  ન કરો. આ વિડિયો મનોરંજન માટે કે વાયરલ થવા માટે રેકોર્ડ કરવામાં આવ્યો હોઈ શકે છે. પરંતુ તે ખૂબ જ ખતરનાક રીતે રેકોર્ડ કરવામાં આવ્યું છે. આમાં એક નિર્દોષ ગલુડિયાનું મોત પણ થઇ શકે છે. આ વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થઈ ગયા હતા.

આ વીડિયો ભારતીય વહીવટી સેવા અધિકારી અવનીશ સરને ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કેપ્શન આપ્યું છે કે “આમાં જાનવર કોણ છે ?” આ કૅપ્શન કદાચ પણ બંધબેસે છે. કારણ કે આ વીડિયો જોઈને કોઈનું પણ લોહી ઉકળી જશે. ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે અને ગુસ્સો પણ ઠાલવી રહ્યા છે.

Niraj Patel