ખબર

50 વર્ષ પહેલા આ મહિલાએ શોધ કરી સૅનેટાઇઝરની હતી , આજે આખી દુનિયા માની રહી છે આભાર

કોરોના વાયરસની મહામારી ફેલાતા દુનિયાભરમાં તેનાથી રક્ષા મેળવવા માટે સૅનેટાઇઝર શ્રેષ્ઠ વિકલ્પ તરીકે બહાર આવ્યું, આજ પહેલા માત્ર ગણતરીના લોકો જયારે સૅનેટાઇઝર વાપરતા હતા ત્યાં આજે આખી દુનિયામાં સૅનેટાઇઝરનો ઉપયોગ એ હદે વધવા લાગ્યો કે વિશ્વભરમાં તેની ખોટ વર્તાવવા લાગી, તેની માંગણી એટલી બધી વધી ગઈ છે, દુનિયાના મોટાભાગના દેશોમાં સૅનેટાઇઝર મળતું નથી. એક રિપોર્ટ પ્રમાણે હેન્ડ સૅનેટાઇઝર અને લીકવીડ શોપની માંગ દેશભરમાં 400 ટકા જેટલઈ વધી ગઈ છે.

પરંતુ શું તમે જાણો છો કે સૅનેટાઇઝરની શોધ કોને કરી હતી? ચાલો આજે અમે તમને સૅનેટાઇઝરની શોધ કોને કરી તેના વિશે જણાવીશું.

એક રિપોર્ટ પ્રમાણે જોઈએ તો 1966માં બેકર્સફિલ્ડ શહેરની રહેવાવાળી, એક વિદ્યાર્થી નર્સ લ્યૂપે હેરનાન્ડેઝ એ વાતને લઈને હેરાન હતી કે દર્દી પાસે જતા વખતે ડોક્ટર પાસે સાબુ અને પાણી ના હોય તો કેવી રીતે કામ ચાલી શકશે? તેવામાં તેના માનમ એક આલ્કોહોલ વાળી એક જેલ બનાવવાનો વિચાર આવ્યો, આ જેલને જયારે હાથ ઉપર મસળવામાં આવી ત્યારે તે કીટાણુઓને મારવામાં સક્ષમ નિવળી, આ રીતે આપણને હેંડસેનેટઇઝર મળ્યું, જે આજે કોરોના વાયરસ જેવી ખતરનાક બીમારીથી બચાવવામાં એક મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

આજે 50 વર્ષ પછી જયારે સૅનેટાઇઝરની જરૂરિયાત અને તેનું મહત્વ લોકોને સમજાતા લોકો હવે તેની શોધ કરનાર લ્યૂપે હેરનાન્ડેઝનો આભાર પણ સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.