ખબર

WHO એ મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનના કોરોના વાયરસના ઈલાજ માટે ટ્રાયલ રોકી, જાણો શા માટે?

હાલ સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે કોરોનની હજુ સુધી કોઈ ઈલાજ જોવા નથી મળ્યો. કોરોના વાયરસથી સંરક્ષણ મેળવવામાં જે દવાને જીવનરક્ષક, સંજીવની ગણવામાં આવી રહી હતી તેની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

Image Source

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ જાહેરાત કરી છે કે હવે કોરોના વાયરસથી બચવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ થશે નહીં. દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે મલેરિયાની આ દવાના ટ્રાયલ થઈ રહી હતી.

જણાવી દઈએ કે, હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોરોના વાયરસથી બચવા માટે સૌથી કારગર દવા ગણાવી હતી.

Image Source

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન મલેરિયાથી બચવા માટે સૌથી કારગર દવા છે પરંતુ આ દવા કોરોના વાયરસથી બચવા માટે કારગર નથી. સુરક્ષા કારણોસર દુનિયાના વિભિન્ન દેશોમાં ચાલી રહેલી હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલને તત્કાળ પ્રભાવથી બંધ કરવાના નિર્દેશ અપાયા છે.

હાલમાં જ બ્રિટનની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પત્રિકા લેન્સેટ (Lancet) માં વૈજ્ઞાનિકોનો એક અભ્યાસ છપાયો છે. જેમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસથી બચવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના પ્રભાવની ચકાસણી કરી. તપાસમાં જાણવા મળ્યું કે આ દવાથી જેમની સારવાર હાથ ધરાઈ તેમાંથી મોટાભાગના લોકોના મૃત્યુ થયા છે.

Image Source

લેસેન્ટ અધ્યયનમાં કોવિડ 19ના લગભગ 15000 દર્દીઓના ડેટા પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. હાઇડ્રોક્સિક્લોરોક્વિન એ મેલેરિયા માટેની જૂની અને સસ્તી દવા છે અને તે કોવિડ 19 ની સારવાર માટે અસરકારક સારવાર માનવામાં આવે છે. અગાઉ, એવા ઘણા અહેવાલો આવ્યા છે કે જેમાં હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ કોવિડ 19 ના દર્દીઓ પર કોઈ અસર કરતી નથી.

Image Source

USAના એક અહેવાલ અનુસાર USAમાં કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ કરવાથી કોઈ ફાયદો થઈ રહ્યો નથી અને આ મેલેરિયા વિરોધી દવા આપવામાં આવેલા મોટી સંખ્યામાં દર્દીઓનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.