ખબર

ડરામણી ચેતવણી: WHOએ કર્યો નવો દાવો, કહ્યું કે જાદુઈ ગોળીની જેમ….જાણો વિગત

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કહેરને રોકવા માટે હવે આખી દુનિયા તેની વેક્સીન બને તે માટેની રાહ જોઈ રહી છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેક્સીન બનાવવામાં લાગ્યા છે, પરંતુ હજુ સુધી સંપૂર્ણ સફળતા નથી મળી ત્યારે આ બધા વચ્ચે હવે વેક્સિનને લઈને WHO દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે.

Image Source

WHO દ્વારા ચેતવણી જાહેર કરતા કહેવામાં આવ્યું છે કે “આ વેક્સિન કોઈ જાદૂઈ ગોળી નહીં હોય જે કોરોનાને આંખના પલકારામાં ખતમ કરી દેશે.” WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહોમ ઘેબ્યેપિયસે કહ્યું કે “આપણે હજુ લાંબો રસ્તો કાપવાનો છે, આ માટે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાના રહેશે.”

Image Source

અમેરિકાના સંક્રમિત રોગ નિષ્ણાંત ડો. એન્થોની સ્ટીફન ફોસીના વરિષ્ઠ સલાહકાર ડેવિડ મારેન્સે જણાવ્યું કે: “વેક્સિન બનાવવાના દરેક પ્રયાસ એક અંધ પરીક્ષણની જેમ હોય છે. જે શરૂઆતમાં તો સારા પરિણામોની સાથે આવે છે, પરંતુ તેની કોઈ ગેરંટી હોતી નથી કે અંતિમ તબક્કામાં પણ વેક્સિન પોતાની ટ્રાયલ દરમિયાન સફળ સાબિત થશે. અમે આશા રાખીએ છીએ પ્રથમવારમાં જ અમે તેને સાચી સાબિત કરી શકીએ અને 6થી 12 મહિનાની અંદર આપણી પાસે એક વેક્સિન હશે.

Image Source

અમેરિકામાં જોર્જ વોશિંગ્ટન વિશ્વ વિદ્યાલયના મિલકેન ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થમાં વૈશ્વિક સ્વાસ્થ્યના સહાયક પ્રોફેસર વેક્સીનોલોજિસ્ટ જોન એન્ડ્રસે પણ જણાવ્યું હતું કે: “વાયરસની એક પ્રભાવી રસીનો વિકાસ એટલો ચોક્કસ નથી જેટલો આપણે વિચારી રહ્યાં છીએ. આ ખતરનાક છે કે વેક્સિન બનાવવાની રેસમાં આપણે તે ભૂલી જઈએ કે આ સમયે શું કરવું જોઈએ.”

Image Source

કોરોના વાયરસ આવવાના અવઢવ વચ્ચે રશિયન કોરોના વેક્સીન ઉપર સૌની નજર છે. ત્યારે રૂસના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ જણાવ્યું હતું કે: “રુસની વેક્સીન ટ્રાયલમાં સફળ રહી છે. અને ઓક્ટોમ્બર મહિનામાં દેશમાં વ્યાપક સ્તરે રસીકરણનું કામ શરૂ થશે. આ વેક્સિનનો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.” રૂસના ડેપ્યુટી સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે : “રુસ 12 ઓગસ્ટના રોજ દુનિયાની પ્રથમ કોરોના વાયરસની વેક્સીન રજીસ્ટર કરાવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.