ખબર

WHOએ સૌથી મોટા રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો: કહ્યું કે કોરોના ચીનની લેબમાંથી નહિ પણ

કોરોના વાયરસના દુનિયામાં ફેલાયે આજે એક વર્ષથી પણ વધારે સમય વીતી ગયો છે. કોરોનાના કારણે લાખો લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા અને કરોડો લોકો તેના સંક્રમણનો શિકાર બન્યા છે.

Image Source

કોરોના ફેલાવવાની સાથે જ એ વાત જાહેર થઇ ચુકી હતી કે તે ચીનના વુહાનમાંથી ફેલાયો છે. ઘણા એવા દાવા પણ કરવામાં આવ્યા હતા કે આ વાયરસ વુહાનની એક લેબમાંથી ફેલાયો છે, ત્યારે હવે WHO દ્વારા કોરોના વુહાનની લેબમાંથી ફેલાયો છે એ વાતને નકારી કાઢવામાં આવી છે. અને જણાવવામાં આવ્યું છે કે આ વાયરસ લેબમાંથી નહીં પરંતુ પ્રાણીઓમાંથી ફેલાયો છે.

Image Source

કોરોના વાયરસની ઉપ્તત્તિની શોધ કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની જે ટીમ દ્વારા ચીનની વિઝીટ કરવામાં આવી હતી, તેમના જણાવ્યા પ્રમાણે ચામાચીડિયાથી અન્ય જાનવરો દ્વારા કોરોના વાયરસ માણસમાં ફેલાવવાની આશંકા છે. લેબમાંથી વાયરસ ફેલાવવાની આશંકા ખુબ જ ઓછી છે. આ જાણકારી સમાચાર એજન્સી એપીને મળેલી તપાસ ટીમના મસૌદા રિપોર્ટમાં આપવામાં આવી છે.

Image Source

મીડિયા રિપોર્ટ પ્રમાણે WHOની તપાસ ટિમ દ્વારા લેબમાંથી વાયરસ લીક થવાના મુદ્દાને છોડીને બાકીના બધા જ મુદ્દાઓ ઉપર તપાસ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જોકે, રિપોર્ટમાં સતત મોડું થઇ રહ્યું છે. જેનાથી ઘણા પ્રકારના સવાલો પણ ઊભા થઇ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક ચીન પક્ષ તપાસના પરિણામને પ્રભાવિત કરવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યું ને જેના કારણે ચીન ઉપર આ મહામારી ફેલાવવાનો આરોપ ના લાગે.