ખબર

WHOએ પહેલીવાર ખાવા-પીવાને લઈને જાહેર કરી ગાઇડલાઇન, કોરોનાથી બચવું હોય તો જલ્દી વાંચો

દેશમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં કોરોનાના કેસમાં દરરોજ વધારો થતો જાય છે. અત્યાર સુધી આપણને બધાને ખબર હતી કે, કોરોનથી બચવા માટે વારંવાર હાથ ધુઓ, 2 ફૂટ દૂર ઉભા રહો, વારંવાર સૅનેટાઇઝ કરો. પરંતુ આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ઘણી ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.

Image source

WHO તરફથી ફૂડ સેફ્ટીને લઈને કેટલિક ટિપ્સ આપવામાં આવી છે. આવો જાણીએ ખાવાને સુરક્ષિત રાખવા માટે કઈ 5 રીતનો ઉપયોગ કરી શકાય છે.

Image Source

ભોજન સામગ્રીને અડતા પહેલા હાથને બરાબર રીતે ધુઓ. ભોજન બનાવવા કે કોઈ ખાદ્ય સામગ્રિને અડતા પહેલા હાથને બરાબર ધુઓ. ટોયલેટ બાદ પણ હાથને સાફ કરો. જમવાનું બનાવવા માટે ઉપયોગ થતી તમામ વસ્તુને સાફ કરો અને સેનેટાઇઝ કરી લો. કિચનને કોઈપણ પ્રકારના જીવજંતુથી દૂર રાખો.

ગંદી જગ્યા, પાણી અને જાનવરોમાં ખતરનાક સૂક્ષમજીવ વ્યાપલ રૂપમાં જોવા મળે છે. આ સૂક્ષ્મજીવ વાસણ સાફ કરવા, કિચનના અન્ય કપડા અને કટિંગ બોર્ડમાં સરળતાથી આવી શકે છે.  હાથ દ્વારા ભોજનમાં પહોંચી શકે છે. તેનાથી ઘણા પ્રકારના ખાદ્ય જનિત રોગ થઈ શકે છે.

Image Source

રૂમના તાપમાન પર રાખવાથી સૂક્ષ્મજીવો ઝડપથી વધે છે. 5 ડિગ્રીથી ઓછા અને 60 ડિગ્રીથી વધુ તાપમાનમાં આ સૂક્ષમજીવો ઉદ્ભવતા બંધ થઈ જાય છે.

હાલ આ સમયમાં કાચું મીટ, ચિકન યા સી ફૂડ્સને અન્ય ખાદ્ય પદાર્થોથી દૂર રાખો. કાચા ભોજન માટે સામગ્રી અને વાસણને અલગ રાખો. કાચા અને પાકા ભોજન વચ્ચે અંતર રાખવા તેને કોઈ વાસણમાં રાખો. ખાસ કરીને મીટ, ઇંડા, પોલ્ટ્રી અને સી ફૂડ્સને 70 ડિગ્રી તાપમાન પર ધીમે-ધીમે ઉકાળીને પકાવો. તેનું સૂપ બનાવતા સમયે ધ્યાન રાખો કે તેમાં ગુલાબી કલર જોવા ન મળે.

Image Source

તાપમાન ચેક કરવા માટે તમે થર્મોમીટરનો ઉપયોગ કરી શકો છો. પાકેલું ભોજન જમતા પહેલા એકવાર ગરમ કરો. સારી રીતે ભોજન ગરમ કરવાથી કીટાણુ નાશ પામે છે.

કાચું ભોજન, વિશેષ કરીને માંસ, પોલ્ટ્રી, સી ફૂડ્સ અને તેના જૂસમાં ખતરનાક સૂક્ષમજીવ હોય છે. ભોજન બનાવતા સમયે તે એકબીજામાં જઈ શકે છે. તેથી તેને અલગ રાખવા જરૂરી છે.

એક અભ્યાસથી ખ્યાલ આવે છે કે 70 ડિગ્રી પર પાકેલુ ભોજન સુરક્ષિત હોય છે. જમવાનું બનાવવામાં જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે તે છે કીમા, મીટ અને પોલ્ટ્રી.

Image Source

રૂમના તાપમાન પર પાકેલા ભોજનને 2 કલાક કરતા વધુ ન રાખો. પકાવેલ ભોજનને યોગ્યા તાપમાનમાં ફ્રીઝમાં રાખો. બની શકો તો પાણી પીતા પહેલાં ગરમ કરો. શાક અને ફળને ધોવો. તાજા અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થો લો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.