ખબર

WHO દ્વારા આપવામાં આવી મોટી ચેતવણી, કદાચ વાયરસ ક્યારેય ખતમ જ ના થાય, જાણો શું કહ્યું ?

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી રહ્યો છે, દુનિયાના મોટાભાગના દેશો આ વાયરસની ચપેટમાં છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા એક ચોંકાવનારી જાહેરાત કરવામાં આવી છે. WHOના નિર્દેશક માઈકલ રયાને જેનેવામાં એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે “કોરોના આપણી વચ્ચે ક્ષેત્ર વિશેષનો એક અન્ય વાયરસ બની શકે છે અને સંભવ છે કે આ ક્યારેય ખતમ જ ના થાય.

Image Source

તેમને આ બાતે HIVનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે એચઆઇવી વાયરસ પણ ક્યારેય ખતમ નથી થયો તેમ કોરોના પણ ક્યારેય ખતમ નહીં થાય. માઈકલ રયાનના જણાવ્યા પરમને વેક્સીન વિના સામાન્ય માણસોને આ બીમારીને લઈને તેમની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં વર્ષો લાગી શકે છે.

દુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સીનની શોધ ચાલી રહી છે, ઓછામાં ઓછા 100 વેક્સીન બનાવવાનું કામ દુનિયાભરમાં ચાલી રહ્યું છે. જેમાંથી 7-8 વેક્સીન હવે પરિણમની એકદમ નજીક છે ,પરંતુ WHO જ નહિ દુનિયાભરના એક્સપર્ટ એવી પણ આશંકા રાખી રહ્યા છે એવી કોઈ વેક્સીન તૈયાર નહિ થઇ શકે.

Image Source

દુનિયાભરમાં લોકડાઉનમાં પણ થોડી છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે ટેડરોસનું કહેવું છે કે “કેટલાક દેશમાં હાલમાં લોકડાઉનની સ્થિતિંની બહાર નીકળવાના અલગ અલગ રીતો અપનાવવામાં આવી રહી છે. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દુનિયાના બધા જ દેશોને એલર્ટ ઉપર રહેવાની સૂચના આપે છે.”

તો બીજી  તરફ રયાને પણ પોતાની એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે: “જે દેશ પોતાને લોકડાઉન માટે ખોલી રહ્યા છે ત્યાં બહુ જ જાદુઈ વિચારધારા કામ કરી રહી છે” રયાને એમ પણ કહ્યું કે જન  જીવન સામાન્ય થવામાં ઘણો જ સમય લાગી શકે છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.