ખબર

નોકરીને બદલે ડિમાંડ, WHOના કર્મચારીઓની ગંદી હરકતથી દુનિયામાં હડકંપ- જાણો

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOના 21 કર્મચારીઓ કાંગોમાં મહિલાઓ અને નાબાલિગ છોકરીઓ સાથે યૌન શોષણની ઘટનાને અંજામ આપ્યો છે. એક સ્વતંત્ર તપાસમાં ખબર પડી હતી કે આફ્રીકી દેશમાં 2018થી 2020 દરમિયાન આ ઘટના થઇ હતી. સ્વતંત્ર કમિટીની તપાસમાં ખૌફનાક હકીકત સામે આવ્યા બાદ WHOના પ્રમુખ ટેડ્રોસ એડનમ ઘેબ્રેયેસસે આ ઘટના પર દુખ જતાવ્યુ છે. ટેડ્રોસે કહ્યુ કે,આ તેની પ્રાથમિકતમાં સૌથી ઉપર છે કે ગુનો કરનારને સજા મળે.

પ્રતિકાત્મક તસવીર

તપાસ રીપોર્ટ અનુસાર, હોસ્પિટલમાં દાખલ મહિલાઓ સાથે પણ યૌન હિંસા કરવામાં આવી. લગભગ 83 એવા લોકોની ખબર પડી છે જેમણે આ દરમિયાન મહિલાઓનું યૌન શોષણ કર્યુ અને તેમાંથી 21 લોકો WHOના કર્મચારી હતા. મીડિયા રીપોર્ટ અનુસાર, વર્ષ 2018માં ઇબોલા મહામારીની રોકથામ માટે ગયેલી WHOની ટીમે ત્યાં કેટલીક મહિલાઓને નોકરી માટે ઇન્ટરવ્યુ લીધા.

43 વર્ષિ મહિલાએ જણાવ્યુ કે, તે કાંગોમાં તેમના વિસ્તારમાં ઇબોલા માટે જાગરૂકતા ફેલાવવા માટે WHOમાં નોકરી માટે ગઇ હતી. પરંતુ ત્યાં ઇંટરવ્યુઅરે તેને નોકરી આપવાને બદલે સંબંધ બાંધવાની ડિમાંડ કરી દીધી. જયારે મહિલાએ ના કહી દીધુ તો તેની સાથે જબરદસ્તી રેપ કર્યો આવી જ સેંકડો કહાનીઓ કાંગોના રિમોટ વિસ્તારો અને ગામની મહિલાઓ સાથે બની છે.

પ્રતિકાત્મક તસવીર

પ્રભાવિતોની મદદ કરવા માટે ગયેલ કર્મચારી મહિલાઓના ડ્રિંકમાં નશીલી વસ્તુ ભેળવ્યા બાદ તેનો શિકાર બનાવતા હતા. જયારે કેટલીક મહિલાઓનું કહેવુ છે કે, નોકરીના નામ પર તેમનું યૌન શોષણ થયુ છે. આ ઘટનાને લઇને તપાસ શરૂ થઇ છે. જયારે લગભગ 50 મહિલાઓએ મદદ કરવાર લોકો પર ગંભીર આરોપ લગાવ્યા છે. ઇબોલા મહામારી દરમિયાન કાંગોમાં લગભગ 2 હજાર લોકોની મોત થઇ છે.